Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં ભારતને મળ્યુ 9 મું સ્થાન, એરપોર્ટ કાઉન્સિંલ ઈન્ટરનેશનલે જાહેર કર્યું રેન્કિંગ

Share

એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ દ્વારા વર્ષમાં સૌથી વ્યસ્ત એરપોર્ટની યાદી બહાર પાડવામાં આવે છે. જેમાં ભારતનું દિલ્હી સ્થિત ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ વર્ષ 2022 માં વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં નવમા ક્રમે છે. ACI ના ડેટા અનુસાર, દિલ્હી એરપોર્ટે આ સમયગાળા દરમિયાન 5.94 કરોડ મુસાફરોએ મુલાકાત લીધી હતી.

ACI એ જણાવ્યું હતું કે 2022 માં, હાર્ટ્સફિલ્ડ-જેક્સન એટલાન્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ વિશ્વના 10 સૌથી વ્યસ્ત એરપોર્ટમાં પ્રથમ ક્રમે છે. તે પછી ડલ્લાસ ફોર્ટ વર્થ એરપોર્ટ, ડેનવર એરપોર્ટ ત્રીજા અને શિકાગો ઓ’હારે એરપોર્ટ ચોથા સ્થાને છે.

Advertisement

વિશ્વના 10 સૌથી વ્યસ્ત એરપોર્ટ

હાર્ટ્સફિલ્ડ-જેક્સન એટલાન્ટા
ડલ્લાસ ફોર્ટ વર્થ એરપોર્ટ
ડેનવર એરપોર્ટ
શિકાગો ઓ’હારે એરપોર્ટ
દુબઈ એરપોર્ટ
લોસ એન્જલસ, કેલિફોર્નિયા
ઇસ્તંબુલ એરપોર્ટ
હીથ્રો એરપોર્ટ, લંડન
ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ, દિલ્હી
પેરિસ ચાર્લ્સ ડી ગૌલે એરપોર્ટ

IGI ઓપરેટર દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે જણાવ્યું હતું કે દિલ્હી એરપોર્ટ દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં એકમાત્ર એરપોર્ટ છે જે ટોચના 10 સૌથી વ્યસ્ત એરપોર્ટમાં સ્થાન ધરાવે છે. માહિતી અનુસાર, ‘દિલ્હી એરપોર્ટ 2019 માં 17 માં અને 2021 માં 13 માં સ્થાનેથી આગળ વધ્યું છે. ACI રિપોર્ટ અનુસાર, દિલ્હી એરપોર્ટે 2022 માં 5.94 કરોડથી વધુ મુસાફરોએ મુલાકાત લીધી છે.


Share

Related posts

અંકલેશ્વરના કોસમડી ગામ ખાતે આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઈસમને હજારોના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

વ્યસન મુક્ત ભારત ના સંકલ્પ સાથે અમૃતસરથી કન્યાકુમારી સુધી જતો યુવાન ભરૂચ આવી પહોંચ્યો : ભરૂચના સાયકલીસ્ટ દ્વારા કરાયું સ્વાગત

ProudOfGujarat

વડોદરાના માંજલપુરમાં ભારતીય પરંપરા અને સંસ્કૃતિની બાળકો કિંમત કરે અને અનુસરે તે ઉદ્દેશથી ભૂલકાઓ માટે સમર કેમ્પનું આયોજન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!