આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોમાં મહિલા અમ્પાયરો ઘણી વખત જોવા મળી છે પરંતુ પુરૂષ ક્રિકેટમાં આ પહેલી વાર એવુ બન્યુ કે જ્યારે ICC ના બે પૂર્ણ સભ્ય દેશો મેચ રમી રહ્યા હતા અને મેચમાં મહિલા અમ્પાયરે કમાન સંભાળી હતી. ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી 3 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચ દરમિયાન આ બન્યુ હતું. આ મેચમાં કિમ કોટન મહિલા અમ્પાયર હતી.
ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડેએ માહિતી આપી હતી કે અમ્પાયર કિમ કોટને આજે એક ઈતિહાસ રચ્યો છે. ICC ના બે પૂર્ણ સભ્ય દેશો વચ્ચેની પુરુષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં મેદાન પર ઊભેલી તે પ્રથમ મહિલા અમ્પાયર બની છે. કિમ ન્યુઝીલેન્ડની અમ્પાયર છે અને લાંબા સમયથી આ વ્યવસાય છે અને તેણે ઘણી મેચોમાં અમ્પાયરિંગ કરી રહી છે.
હવે આઈસીસી મહિલા ક્રિકેટની સાથે સાથે મહિલા અમ્પાયરોને પણ પ્રમોટ કરી રહી છે. મહિલા અમ્પાયરો ખાસ કરીને મહિલા ક્રિકેટમાં જોવા મળે છે. વિમેન્સ પ્રીમિયર લીગમાં પણ ઘણી મહિલા અમ્પાયરો જોવા મળી હતી. ભારતમાં પણ ઘણી મહિલા અમ્પાયરો છે, જે ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરે અમ્પાયર કરતી જોવા મળશે.