95 મા ઓસ્કાર એવોર્ડ સમારોહથી ભારત માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. પ્રસિદ્ધ ફિલ્મ આરઆઆરના ગીત નાટુ નાટુને ઓસ્કારમાં બેસ્ટ ઓરિજિનલ સોન્ગ કેટેગરીનો એવોર્ડ એનાયત કરાયો છે. તેની સાથે જ ભારતમાં ખુશીની લહેર દોડી ગઈ છે. આ અગાઉ ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ પણ બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મનો એવોર્ડ જીત્યો હતો.
ધ એલિફન્ટ વ્હિસ્પરર્સને બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મમાં નોમિનેશન મળ્યું હતું અને તેના ડાઈરેક્ટર કાર્તિક ગોન્જાલ્વેઝ છે. આટલું જ નહીં દીપિકા પાદુકોણ ઓસ્કાર સમારોહમાં પ્રેઝન્ટર તરીકે હાજરી આપી રહી છે. આ વખતે ભારતની ભાગીદારી પર સૌની નજર છે. પ્રસિદ્ધ કોમેડિયન જિમી કિમેલ આ વખતે ઓસ્કારને હોસ્ટ કરી રહ્યા છે.
દીપિકા પાદુકોણ બ્લેકગાઉનમાં ઓસ્કાર સમારોહમાં પહોંચી હતી. તેણે આરઆરઆર ફિલ્મ વિશે જાણકારી આપી હતી. તેણે જણાવ્યું કે કેવી રીતે નાટુ નાટુ સોંગ ધૂમ મચાવી રહ્યો છે. તેમણે એ પણ જણાવ્યું કે નાટૂ નાટૂનો અર્થ શું થાય છે. આ દરમિયાન નાટુ નાટુ પર પરફોર્મન્સ આપવામાં આવ્યું હતું. આ ગીતના પરફોર્મન્સ માટે સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું.