Proud of Gujarat
FeaturedGujaratINDIA

નાટુ નાટુથી ગૂંજશે ઓસ્કારનો સ્ટેજ, લોસ એન્જેલસના ડોલ્બી થિયેટરમાં થશે લાઈવ પરફોર્મ

Share

એસ.એસ રાજામૌલીની ફિલ્મ RRR નવા રેકોર્ડ સર્જી રહી છે. આ ફિલ્મના સોંગ ‘નાટુ નાટુ’એ ગોલ્ડન ગ્લોબ એવોર્ડમાં બેસ્ટ ઓરિઝનલ સોંગનો એવોર્ડ મેળવ્યો હતો. તે પછી આ સોંગ ઓસ્કાર માટે પણ નોમિનેટ થયો છે. આવી સ્થિતિમાં ફિલ્મના નિર્દેશક એસ.એસ રાજામૌલી અને એક્ટર રામ ચરણ આ એવોર્ડની તૈયારીમાં લાગી ગયા છે. હાલમાં જ બંને અમેરિકા જવા રવાના થયા હતા, જ્યાં બંને ફિલ્મનું જોરદાર પ્રમોશન કરી રહ્યા છે. હવે આ એવોર્ડને લઈને એક નવું અપડેટ આવી રહ્યું છે. અટકળો છે કે રાહુલ સિપલીગંજ અને કાલ ભૈરવ ઓસ્કારમાં પરફોર્મ કરતા જોવા મળશે.

લોસ એન્જેલસમાં 12 માર્ચના રોજ યોજાનાર ઓસ્કાર-2023 માં સિંગર્સ રાહુલ સિપલીગંજ અને કાલ ભૈરવ આ સોંગ પર લાઇવ પરફોર્મ કરશે. આ બંને સિંગર્સે જ આ ગીત ગાયું છે અને હવે તે આ ગીત એન્જેલિસના ડોલ્બી થિયેટરમાં લાઈવ પરફોર્મ કરશે. આ સોંગની ટક્કર બેસ્ટ ઓરિઝનલ સોંગની કેટેગરીમાં રિહાના, લેડી ગાગા, મિત્સ્કી, ડેવિડ બાયર્ન અને ડિયાન વોરેન સાથે થશે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાનાં ઉમલ્લા ગામે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં ધોળા દિવસે મોટરકારનો કાચ તોડી રૂપિયા ત્રણ લાખની ચોરી કરી તસ્કરો ફરાર.

ProudOfGujarat

માંગરોલ વિધાનસભાના રુટ સુપર વાઈઝર, રિસીવિંગ, ડીસ્પેચિંગ સ્ટાફ, ઝોનલ ઓફિસરની ચૂંટણીલક્ષી તાલીમ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!