Proud of Gujarat
FeaturedGujaratINDIA

ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ સીરીઝની 10 મી ફિલ્મનું થયું ટ્રેલર રીલીઝ

Share

હોલીવૂડની ફેમસ ફ્રેન્ચાઈઝી સીરીઝ ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ’માટે દર્શકોમાં ઉત્સાહ માત્ર વિદેશોમાં જ નહિ પણ ભારતમાં પણ ખુબ જોવા મળે છે. કાર રાઇડ્સ અને એક્શન માટે જાણીતી આ સીરીઝની 10 મી ફિલ્મ ‘ફાસ્ટ એક્સ’નો ટ્રેલર રીલીઝ થઈ ગયો છે. મેકર્સે સીરીઝના ઓફિસિયલ ટ્રેલરને ‘ધ ફાસ્ટ સાગા’ના ઓફિસિયલ ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો છે.

ફિલ્મ ફાસ્ટ એક્સના ટ્રેલરમાં વિન ડીજલ અને જેસન મોમોઆનો શાનદાર એક્શન સીન જોવા મળી રહ્યો છે. દિગ્દર્શક લુઇસ લેટરિયરની આ સીરીઝમાં વિન ડીજલ અને જેસન મોમોઆ સિવાય જેસન સ્ટેથમ, જોન સીના, ટાઇરિસ ગિબ્સન, એલન રિચસન, સુંગ કાંગ, ક્રિસ લુડાક્રિસ, જોર્ડન બ્રુસ્ટર, બ્રી લાર્સન, માઈકલ રુકર,નથાલી ઇમૈનુએલ, કાર્ડી બી, સ્કોટ ઇસ્ટવૂડ અને ડેનીએલા મેલચ્યોર પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

Advertisement

ફાસ્ટ એક્સ ફિલ્મના ટ્રેલરને શેર કરતા ‘ધ ફાસ્ટ સાગા’એ લખ્યું, ‘રોડનું અંત શરુ થાય છે’. જ્યારથી મેકર્સે ફિલ્મની શૂટિંગ વિષે દર્શકોને જણાવ્યું હતું ત્યારથી દર્શકો ફિલ્મ જોવા ઉત્સાહિત હતા. ફિલ્મનો ટ્રેલર જોયા બાદ દર્શકોમાં ઉત્સાહ ખુબ વધી ગયો છે. એવી અટકળો છે કે ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ સીરીઝની આ છેલ્લી ફિલ્મ થઈ શકે છે.


Share

Related posts

ભરૂચ જિલ્લા ના વાગરા તાલુકા ના જાગેશ્વર ગામ માં આવેલ નર્મદામૈયા નીચી તલાઈ ના પૂજારી દયાનંદ ભ્રમચારી સેવાનંદ મહારાજ ની રૂમ માંથી હત્યા કરેલી હાલત માં લાશ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો….

ProudOfGujarat

ભરૂચનાં નેત્રંગમાં કોંગ્રેસ તાલુકા સમિતિની મીટિંગ યોજાઇ.

ProudOfGujarat

ભરૂચમાં કોવિડ – 19 નાં વધતા સંક્રમણ અટકાવવા માટે ઝાડેશ્વર ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન નિર્ણય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!