Proud of Gujarat
FeaturedGujaratINDIA

દેશમાં ઘઉંનું ઉત્પાદન ઓછુ થવાથી ભાવમાં વધારો

Share

દેશમાં ગયા વર્ષે ઘઉના પાકનું ઉત્પાદન પ્રમાણ ઘણુ ઓછુ થયુ છે. ગયા વર્ષે ઘઉના પાકનું ઉત્પાદન ઓછુ અને રુસ-યુક્રેનના કારણે ઘઉના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત વર્ષે ઘઉના ઉત્પાદનનું પ્રમાણ ઓછું થયુ હતું અને માંગ વધુ હોવાથી ભાવમાં સતત વધારો નોંધાયો છે. આ વર્ષમાં ઘઉના ભાવમાં લગભગ 16 ટકા વધી ચુક્યા છે. અને હવે દિલ્હી સહિત દેશના અન્ય રાજ્યોમાં ઘઉના ભાવ 3000 રુપિયા ક્વિંટલથી પાર થઈ ગયા છે. ત્યારે આ બાજુ પુર્વ ભારતના ગંજ બજારમાં તો ઘઉ વેચાવા આવતા જ નથી. સમગ્ર દેશમાં ઘઉની અછત હોવાથી ભાવ વધી રહ્યા છે અને ઘઉના ભાવ વધવાના કારણે ઘઉના આટામાં પણ ભાવ વધી ગયા છે. છેલ્લા એખ વર્ષથી આટાના ભાવમાં 16 ટકાનો વધારો થઈ ચુક્યો છે. જે અત્યારે લગભગ 35 થી 40 રુપિયા કિલો મળી રહ્યો છે.

એક રિપોર્ટ મુજબ દિલ્હીમાં ઘઉની કિંમત 3044.50 રુપિયા પ્રતિ ક્વિંટલના ભાવે વેચાઈ રહ્યા છે. તો અહી ઉત્તર પ્રદેશમાં 3000 રુપિયા પ્રતિ ક્વિંટલના ભાવે ઘઉ વેચાઈ રહ્યા છે. ઉત્પાદન ઓછુ થવાના કારણે સતત તેજીથી વધી રહ્યા છે. સરકાર દ્વારા ઓપન માર્કેટ સેલ સ્કીમ દ્વારા ઘઉના વેચાણની સ્થિતિ સાફ ન કરવાથી ઘઉના ભાવ સતત વધી રહ્યા છે. આ સાથે તમને જણાવી દઈએ કે વર્ષ 2023 માટે ઘઉની કિંમત 2125 રુપિયા પ્રતિ ક્વિંટલ છે.

Advertisement

ગત તારીખ 16 મી જાન્યુઆરીના રોજ વિવિધ બજારના ભાવ પર નજર કરીએ તો ઈન્દોરમાં ઘઉ 2800 રુપિયા પ્રતિ ક્વિંટલ, કાનપુર બજારમાં ઘઉ 3000 રુપિયા પ્રતિ ક્વિંટલ, દિલ્હી બજારમાં 3044.50 રુપિયા પ્રતિ ક્વિંટલ અને કોટા બજારમાં 2687.50 રુપિયા પ્રતિ ક્વિંટલનો ભાવ બોલાયો હતો.

ઘઉના આવેલ તેજી બાબતે બજાર નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ખુલ્લા બજારમાં ઘઉનો સપ્લાય બંધ થઈ ગયો હોવાથી અને પુર્વ ભારતના ગંજ બજારમાં ઘઉ આવતા જ બંધ થઈ ગયા છે. તો આ બાજુ ઉત્તર પ્રદેશના ગંજ બજારમાં ઘઉનો સ્ટોક ખુબ ઓછો છે. ઉત્તરપ્રદેશના બજારમાં તો ગુજરાતમાંથી ઘઉ આવે છે. હરિયાણા અને પંજાબમાં પણ વેપારીઓ અને ખેડુતો પાસે હવે વધારે ઘઉનો જથ્થો નથી રહ્યો. જેની પાસે છે તે ભાવ વધવાનો હોવાથી વેચતા નથી. આ સમયે કેટલાક વેપારીઓ વધારે નફો રળવા માટે ઘઉના ભાવ વધારીને વેચી રહ્યા છે.


Share

Related posts

અંકલેશ્વર નગરમાં ઠેર ઠેર ટ્રાફિકજામની સમસ્યાના પગલે રાહદારીઓ ત્રાહિમામ

ProudOfGujarat

નેત્રંગની બેંકોમાં જનધન યોજનાનાં રૂ.500 મેળવવા લોકોની લાઈનો લાગી.

ProudOfGujarat

ઝારોળા સમાજની કુળદેવી શ્રી હિમજામાતાની ઉજાણીનો પર્વ ઉત્સાહભેર ઉજવાયો……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!