Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારતમાં MBBS ની બેઠક 77% વધી છતાં 80% ડૉક્ટરોની અછત સર્જાઈ છે, આરોગ્ય ક્ષેત્રે કંગાળ દેખાવ.

Share

દેશમાં એક બાજુ મેડિકલ કોલેજોની સંખ્યા ઝડપથી વધી રહી છે ત્યાં સ્વાસ્થ્ય કેન્દ્રોમાં ડૉક્ટરોની ભારે અછત વર્તાઈ રહી છે. જોકે ગત 8 વર્ષો (2014-2022) માં દેશમાં મેડિકલ કોલેજો 387 થી વધીને 648 થઇ ચૂકી છે એટલે કે 67% નો વધારો નોંધાયો છે. આ દરમિયાન એમબીબીએસની સીટો પણ 77% ના વધારા સાથે 54,348 થી વધીને 96,072 થઇ ચૂકી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના રિપોર્ટ ગવર્નન્સ રિફોર્મ્સ ઈન મેડિકલ એજ્યુકેશન(2014- 2022)’માં આ આંકડા સામે આવ્યા હતા.

પણ વધુ એક સરકારી રિપોર્ટ રુરલ હેલ્થ સ્ટેટેસ્ટિક્સ 2020-21 અનુસાર દેશના પીએચસી (પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર) અને સીએચસી(સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર) પ૨ 4.3% થી લઈને 80% સુધી ડૉક્ટરોની અછત વર્તાઈ રહી છે. 2005 માં દેશભરના પીએચસીમાં કુલ 20,308 એલોપથી ડૉક્ટર હતા જે 2021માં 31,716 થઈ ગયા. તેમ છતાં જરૂરિયાત અનુસાર આ આંકડો ઓછો છે. સીએચસીમાં જરૂરિયાત મુજબ 83% સર્જન, 74% સ્ત્રી રોગ નિષ્ણાત, 80% બાળરોગ નિષ્ણાત અને 82% ડૉક્ટરોની અછત વર્તાઈ રહી છે. પીએચસીમાં 31% મહિલા એએનએમની અછત છે. જ્યારે સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના રિપોર્ટમાં દાવો કરાયો છે કે દેશમાં પ્રતિ 834 લોકોએ એક ડૉક્ટર છે જેડબ્લ્યુએચઓના 10001 ના પ્રમાણની નજીક છે પણ મહત્વપૂર્ણ એ છે કે દેશમાં 27% ડૉક્ટર સક્રિય નથી. ડૉક્ટરોની સૌથી વધુ અછત ઝારખંડ, રાજસ્થાન, પંજાબ, છત્તીસગઢ, યુપી અને બિહારમાં છે. દેશના શહેરી વિસ્તારોમાં કુલ 5481 પીએચસી છે પણ વસતીના પ્રમાણમાં તે 44% ઓછાં છે. ફક્ત 66% અર્બન-પીએચસી જ સરકારી ભવનોમાં ચાલી રહ્યાં છે 27% હજુ ભાડાની ઈમારતોમાં સંચાલિત છે.

Advertisement

Share

Related posts

વાંકલ ખાતે એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કુલમા આવતી કાલે તાલુકા કક્ષાનાં કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાશે.

ProudOfGujarat

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાના ટ્રસ્ટ ભરૂચ દ્વારા પવિત્ર શ્રાવણ માસનાં છેલ્લા દિવસે ડૉ. આંબેડકર હૉલ ખાતે બહેનો માટે ભજન સ્પર્ધાનું આયોજન

ProudOfGujarat

છોટાઉદેપુરમાં મુખ્યમંત્રીના હસ્તે રૂા. ૧૩૧ કરોડના કામોનું થશે ખાતમુહૂર્ત અને લોકાર્પણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!