Proud of Gujarat
GujaratFeaturedINDIA

1 ઓકટોબરથી બદલાઇ જશે ક્રિકેટના આ નિયમ, ICC એ કરી જાહેરાત…

Share

ICC એ તે નિયમની યાદી જાહેર કરી છે જે 1 ઓક્ટોબર 2022 થી બદલાવાના છે. ભારતીય પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના નેતૃત્વ ધરાવતી ક્રિકેટ સમિતીએ MCC ના 2017 ના ક્રિકેટના નિયમોના ત્રીજા સંસ્કરણમાં રમવાની સ્થિતિમાં બદલાવની ભલામણ કરી હતી. તારણો મહિલા ક્રિકેટ સમિતિ સાથે પણ શેર કરવામાં આવ્યા હતા, જેણે ભલામણોને સમર્થન આપ્યું હતું. નવા નિયમો 1 ઓક્ટોબર 2022 થી અમલમાં આવશે, જેનો અર્થ છે કે ઓસ્ટ્રેલિયામાં આવતા મહિને યોજાનાર ICC મેન્સ T20 વર્લ્ડ કપ આ નવા નિયમોના આધારે રમાશે.

જાણો શું છે નવા નિય

Advertisement

– બેટ્સમેનના કેચ આઉટ થવા પર પણ નવો બેટર સ્ટ્રાઇક પર આવશે, અત્યાર સુધી એવુ થતુ હતુ કે કેચ દરમિયાન સ્ટ્રાઇક બદલવા પર નવો બેટ્સમેન બીજા છેડા પર રહેતો હતો.
– લાર પર પરમેનેન્ટ બેન, કોવિડ-19 મહામારીના ફેલાયા બાદ જ્યારે ક્રિકેટ શરૂ થયુ હતુ તો લાર પર અસ્થાઇ રીતે બેન લગાવવામાં આવ્યો હતો પણ હવે લારને પરમેનેન્ટ બેન કરી દેવામાં આવી છે.
– નવા બેટ્સમેનને ટેસ્ટ અને વન ડેમાં સ્ટ્રાઇક બે મિનિટમાં લેવી પડશે, જ્યારે ટી-20માં તેની સમય સીમા 90 સેકન્ડની છે. પહેલા બેટ્સમેનના આઉટ થયા બાદ નવા ખેલાડીને ટેસ્ટ અને વન ડેમાં 3 મિનિટ મળતી હતી. જો બેટ્સમેન આમ કરવામાં નિષ્ફળ રહે છે તો ફિલ્ડિંગ કેપ્ટન ટાઇમ આઉટની માંગ કરી શકે છે.
– જો બોલ પિચની બહાર પડે છે તો નવા નિયમ હેઠળ બેટ્સમેનના બેટનો કેટલોક ભાગ અથવા પિચની અંદર રહેવા પર તેને બોલ રમવાનો અધિકાર હશે, તે બહાર જવા પર અમ્પાયરને ડેડ બોલનો ઇશારો કરશે, પિચ છોડવા માટે મજબૂર કરનાર કોઇ પણ બોલ નો બોલ હશે.
– બોલરને બોલ ફેકવા દરમિયાન કોઇ યોગ્ય અને જાણી જોઇને કોઇ રીતની મૂવમેન્ટ કરવામાં આવે છે તો તેને અમ્પાયર દ્વારા ડેડ બોલ આપવામાં આવશે, આ સિવાય બેટિંગ કરનારી ટીમને 5 રન પેનલ્ટીના રૂપમાં મળશે.
– જો કોઇ બોલર પોતાની ડિલીવરી સ્ટ્રાઇડમાં પ્રવેશ કર્યા પહેલા સ્ટ્રાઇકરને રન આઉટ કરવાના પ્રયાસમાં બોલ ફેકે છો તે તે હવે ડેડ બોલ હશે. આ એક અત્યંત દૂર્લભ સેનેરિયો છે, જેને અત્યાર સુધી નો બોલ કહેવામાં આવતુ હતુ.
– ટી-20ની જેમ હવે વન ડે ક્રિકેટમાં પણ નક્કી સમય પર ઓવર પુરી ના કરવા પર ફિલ્ડિંગ ટીમને એક વધારાના ફિલ્ડર 30 ગજના ઘેરાની અંદર રાખવુ પડશે.


Share

Related posts

ભરૂચમાં પૂર પીડિતોને કેશડોલ સહાય ચૂકવાઇ, તંત્ર દ્વારા સર્વે બાદ સહાય પક્રિયા ઝડપી શરૂ કરી

ProudOfGujarat

પાલેજ નગરની પાંચ વર્ષની અંજીલા તેમજ ચાર વર્ષના સૂમેરે જીવનનો પ્રથમ રોજો રાખી ખુદાની બંદગી કરી.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આજરોજ 14 કોરોના પોઝિટીવ કેસ આવતા કુલ સંખ્યા 1004 થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!