Proud of Gujarat
FeaturedGujaratINDIA

એક્સાઇઝ પોલિસી પર ED ની મોટી કાર્યવાહી, દેશભરમાં 40 સ્થળો પર દરોડા.

Share

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આજે ફરી એક વખત દિલ્હીની એક્સાઇઝ પોલિસી કેસમાં મોટી કાર્યવાહી કરી છે. મળતી માહિતી મુજબ ED ની ટીમે દેશભરમાં 40 સ્થળો પર દરોડા પાડ્યા છે. આ દરોડા આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને દિલ્હી-એનસીઆરના નેલ્લોરના દારૂના વિક્રેતાઓ, વિતરકો અને સપ્લાય ચેઇન નેટવર્કના પરિસર પર પાડવામાં આવ્યા છે. અગાઉ, કેન્દ્રીય તપાસ એજન્સીએ 6 સપ્ટેમ્બરે દેશભરમાં લગભગ 45 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, દિલ્હી સરકારની નવી એક્સાઈઝ પોલિસી સવાલોના ઘેરામાં છે. ભારતીય જનતા પાર્ટીએ આ અંગે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પર કૌભાંડનો આરોપ લગાવ્યો છે. આ સંદર્ભમાં સીબીઆઈએ મનીષ સિસોદિયાના ઘર અને બેંક લોકરની પણ સર્ચ કરી છે.

Advertisement

એલજીએ દિલ્હીના સચિવના રિપોર્ટના આધારે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. આ રિપોર્ટ 8 જુલાઈએ મોકલવામાં આવ્યો હતો. જેમાં ગત વર્ષે લાગુ કરાયેલી એક્સાઈઝ પોલિસી પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. જેમાં એક્સાઇઝ પોલિસી (2021-22) બનાવવા અને અમલમાં લાવવામાં બેદરકારી તેમજ નિયમોની અવગણના અને પોલિસીના અમલીકરણમાં ગંભીર ક્ષતિ હોવાના આક્ષેપો છે.આમાં, અન્ય બાબતોની સાથે, ટેન્ડરોને અંતિમ સ્વરૂપ આપવામાં અનિયમિતતા અને પસંદ કરેલ વિક્રેતાઓને ટેન્ડર પછીના લાભોનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે દારૂનું વેચાણ કરનારાઓની લાઇસન્સ ફી માફ કરવાથી સરકારને 144 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આબકારી મંત્રી તરીકે મનીષ સિસોદિયાએ આ જોગવાઈઓની અવગણના કરી છે.


Share

Related posts

ભરૂચનાં મધુરમ પાર્ટી પ્લોટ ખાતે ક્રિકેટની અદ્યતન સુવિધા સજ્જ એવા રિચિ એકેડમીનો શુભારંભ.

ProudOfGujarat

દશેરા નિમિતે 108 એમ્બ્યુલન્સ નું પૂજન કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વરના અંદાડા થી 6 જુગારીઓને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!