Proud of Gujarat
FeaturedGujaratINDIA

નીરજ ચોપરાએ રચ્યો ઇતિહાસ, ડાયમંડ લીગ ફાઇનલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો.

Share

ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ સતત સારું પ્રદર્શન કર્યું છે. નીરજ ચોપરાએ ડાયમંડ લીગની ફાઇનલમાં 88.44 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે જીત મેળવી હતી. નીરજ આ ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ છે. નીરજ અગાઉ 2017 અને 2018માં પણ ફાઇનલમાં ક્વોલિફાય થયો હતો, જ્યાં તે અનુક્રમે સાતમા અને ચોથા સ્થાને રહ્યો હતો. પરંતુ આ વખતે નીરજે ડાયમંડ ટ્રોફી જીતીને વધુ એક સફળતા હાંસલ કરી હતી.

ઝ્યુરિચમાં યોજાયેલી ડાયમંડ લીગની ફાઇનલમાં નીરજની શરૂઆત ખરાબ રહી હતી અને તેનો પહેલો થ્રો ફાઉલ હતો. ત્યારબાદ બીજા પ્રયાસમાં તેણે 88.44 મીટર દૂર બરછી ફેંકી અને હરીફ ખેલાડીઓ પર સરસાઈ મેળવી લીધી. નીરજે ત્રીજા પ્રયાસમાં 88.00 મીટર, ચોથા પ્રયાસમાં 86.11 મીટર, પાંચમા પ્રયાસમાં 87.00 મીટર અને છઠ્ઠા પ્રયાસમાં 83.60 મીટર થ્રો કર્યો હતો.

Advertisement

ડાયમંડ લીગની ફાઇનલમાં, ચેક રિપબ્લિકના જેકબ વેડલેચ 86.94 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે બીજા અને જર્મનીના જુલિયન વેબર (83.73) ત્રીજા ક્રમે આવ્યા હતા. નીરજે 2021માં ઓલિમ્પિક ગોલ્ડ, 2018માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ, 2018માં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ, 2022માં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેની ઈચ્છા ડાયમંડ ટ્રોફી જીતવાની હતી જે હવે પૂરી થઈ છે.

રાજ ચોપરાએ 2022 માં ડાયમંડ લીગના માત્ર 2 લેગમાં ભાગ લીધો હતો. આ દરમિયાન, તેણે લૌઝેન લેગ જીતીને અને સ્ટોકહોમમાં બીજા સ્થાને રહીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. નીરજે 15 પોઈન્ટ સાથે ફાઇનલમાં જગ્યા બનાવી હતી. જેકબ વેડલેચ (4 ઇવેન્ટમાં 27), જુલિયન વેબર (3 ઇવેન્ટમાં 19) અને એન્ડરસન પીટર્સ (2 ઇવેન્ટમાં 16) ટોપ-3 સ્થાનો પર રહીને ફાઇનલ માટે ક્વોલિફાય થયા હતા. જોકે, વર્લ્ડ ચેમ્પિયન એન્ડરસન પીટર્સ ઈજાના કારણે ફાઈનલ રમી શક્યો નહોતો. ડાયમંડ લીગ લેગમાં દરેક રમતવીરને પ્રથમ સ્થાન માટે 8 પોઈન્ટ, બીજા સ્થાન માટે 7, ત્રીજા સ્થાન માટે 6 અને ચોથા સ્થાન માટે 5 પોઈન્ટ આપવામાં આવે છે.

નીરજે આ વર્ષે જુલાઈમાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 88.13 મીટરના થ્રો સાથે ઐતિહાસિક સિલ્વર મેડલ જીત્યો હતો. તે મેચ દરમિયાન નીરજને ઈજા થઈ હતી. આ પછી મેડિકલ ટીમે નીરજ ચોપરાને ચાર-પાંચ અઠવાડિયા સુધી આરામ કરવાની સલાહ આપી, ત્યારબાદ તેણે બર્મિંગહામમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સ 2022 માંથી ખસી જવાનો નિર્ણય કર્યો. નીરજ ઈજામાંથી બહાર આવવા માટે જર્મનીમાં પુનર્વસનના સમયગાળામાંથી પસાર થયો હતો, ત્યારબાદ તેણે જોરદાર પુનરાગમન કર્યું છે.


Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેકટર વિરુદ્ધ સેવા શિસ્તના નિયમોના ભંગ બદલ શિક્ષાત્મક કાર્યવાહીની માંગ.

ProudOfGujarat

હાંસોટ તાલુકાના પ્રાથમિક કુમાર શાળા ઈલાવ ખાતે બાળમેળો યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વરમાં આવેલ જીઆઇએલ કંપનીમાં કામદારનું રહસ્યમય મોત થતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!