Proud of Gujarat
FeaturedGujaratINDIA

કેજરીવાલ Vs કેન્દ્ર સરકાર : SC માં પહેલીવાર કાગળનો ઉપયોગ કર્યા વિના થશે સુનાવણી.

Share

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં, સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની બંધારણીય બેંચ હવે કેન્દ્ર અને દિલ્હી સરકારના કાયદાકીય અને કારોબારી સત્તાના અવકાશ સાથે સંબંધિત કાયદાકીય મુદ્દાઓ પર પેપરલેસ સુનાવણી હાથ ધરશે. 27 સપ્ટેમ્બરે પહેલીવાર પેપરલેસ રીતે આ સુનાવણી હાથ ધરવામાં આવશે. બંધારણીય બેંચ અરજીઓ અને દસ્તાવેજોની સોફ્ટ કોપીનો ઉપયોગ કરીને મામલાની સુનાવણી કરશે.

જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે વકીલોને આ આદેશ આપ્યો

Advertisement

મામલાની યાદી આપતા જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે આ મામલાની સુનાવણી ગ્રીન બેંચની જેમ કરવામાં આવશે. કોઈપણ ફાઈલો કે કાગળોની હાર્ડ કોપી સાથે લાવશો નહીં. આ સંદર્ભે રજીસ્ટ્રી વકીલોને બે દિવસની તાલીમ પણ આપશે. જણાવી દઈએ કે, કોર્ટના કામકાજને પેપરલેસ બનાવવાની દિશામાં આ પગલું પર્યાવરણ સુરક્ષાના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, આ પ્રક્રિયા દ્વારા સંપૂર્ણ પારદર્શિતા પણ જાળવવામાં આવશે. આ ઉપરાંત કુદરતી સંસાધનોની પણ મોટી બચત થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારથી કેન્દ્રમાં બીજેપી અને દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બની છે ત્યારથી બંને વચ્ચે રાજધાનીના અંકૂશ પર વિવાદ ચાલુ છે હવે આ મામલો જયારે કોર્ટમાં પહોંચ્યો છે ત્યારે કોર્ટ યોગ્ય નિર્ણય લઈને ચુકાદો આપશે. દિલ્હી દેશની રાજધાની છે તેમજ સ્વતંત્ર શહેર પણ છે તે ઉપરાંત ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ પણ છે જેથી મામલો થોડો પેચીદો થયો છે.


Share

Related posts

ભરૂચની સદવિદ્યા મંડળ સંચાલિત એસવીએમ શાળા હાયર સેકન્ડરી અને સેકન્ડરી ગુજરાત એજ્યુકેશન બોર્ડ સાથે સંલગ્ન છે.

ProudOfGujarat

અમદાવાદ જીલ્લામાં ટીબી નિર્મુલન અભિયાન ૨૦૨૫ અંતર્ગત મેડીકલ મોબાઇલ એકસ-રે વાનનો પ્રારંભ.

ProudOfGujarat

હાંસોટનાં ખોડિયાર મંદિરના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!