ઇઝરાયેલી સ્પાયવેર પેગાસસથી જાસૂસીનાં મુદ્દે દેશમાં તો હોબાળો ચાલુ જ છે. તો હવે આ મુદ્દો પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ શરુ થયો છે. અમેરિકી સમાચાર પત્રક વૉશિંગ્ટન પોસ્ટના રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જે નંબરોની જાસૂસી કરવામાં આવી છે તેમા એક નંબર એવો પણ છે કે જેનો ઊયયોગ પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી પણ કરી ચૂક્યા છે. આ રિપોર્ટ જાહેત થયા પછી પાકિસ્તાનની રાજનીતીમાં ઉથલ-પાથલ મચી ગઇ છે.
પાકિસ્તાની મીડિયા ડૉન ન્યુઝ અનુસાર પાકિસ્તાનના IT મંત્રી ફવાદ ચૌધરીએ પાકિસ્તાની PM ની જાસૂસીનો મુદ્દો આંતરરાષ્ટ્રીય મંચો પર ઉઠાવવાની ધમકી આપી છે. ચૌધરીએ જાસૂસીનો આરોપ ભારત પર લગાવ્યો છે. તેમણે કહ્યુ છે કે આ બાબતની જાણકારી સામે આવતા જ આ મુદ્દાને ઉઠાવવામાં આવશે.
ભારતમાંથી 1000 નંબર્સ અને પાકિસ્તાનનાં 100 નંબરોને સર્વેલન્સ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે. સ્પાયવેર સોફ્ટવેર પેગાસસ ઇઝરાઇલની ફર્મ NSO ગ્રુપ ટેક્નોલોજી દ્વારા વિકસિત કરવામાં આવ્યુ છે. આ કંપની હેકિંગ સોફ્ટવેર બનાવવામાં નિષ્ણાત છે. તેમનો દાવો છે કે ઘણા દેશોની સરકારે જાસૂસી માટે તેમના સોફ્ટવેરનો ઉપયોગ કર્યો છે.
કોંગ્રેસના નેતાઓ જ નહીં પરંતુ સંસદમાં સરકારનો બચાવ કરતા કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી પ્રહલાદ પટેલ અને IT મંત્રી અશ્વિની વૈષ્ણવના ફોન પણ હેકિંગના નિશાન પર હતા. રિપોર્ટમાં જણાવેલ નામોમાં, આ પ્રમુખ લોકો છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીના ફોન નંબરો આ યાદીમાં સમાવિષ્ટ હતા. 2. સંસદમાં સરકારનો બચાવ કરતા અશ્વિની વૈષ્ણવનુ નામ પણ આ યાદીમાં સમાવિષ્ટ હતું. 3. ચૂંટણી રણનિતીકાર પ્રશાંત કિશોરનું નામ પણ આ યાદીમાં છે.
તેમણે જ 2004 માં મોદીનુ બ્રાન્ડિગ કર્યુ હતુ. 4. ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર અશોક લવાસાનું નામ પણ આ યાદીમાં શામેલ છે. લવાસાએ 2009 મા ચૂંટણીમાં મોદી-શાહ વિરોધમાં થયેલી ફરિયાદમાં ચૂંટણી આયોગના નિર્ણય પર અસંતોષ વ્યક્ત કર્યો હતો.પત્રકારો કે જે દૂનિયાના અલગ-અલગ ભાગોમાં સરકારનો વિરોધ કરી રહ્યા છે તેમના પણ ફોન પેગાસસ દ્વારા હેક કરવામાં આવી રહ્યા છે.
એશિયાથી લઇને અમેરિકા સુધી કેટલાય દેશોમાં પેગાસસ દ્વારા પત્રકારોની જાસૂસી કરવામાં આવી. રિપોર્ટમાં દૂનિયાનાં કેટલાક દેશોના નામ પણ આપવામાં આવ્યા છે, જ્યા પત્રકારો પર સરકારની નજર છે. યાદીમાં ટોપ પર અજરબૈજાન છે, જ્યા 48 પત્રકાર સરકારી નજરની યાદીમાં હતા. ભારતમાં આ આંકડો 38 નો છે.