Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારતમાં થોડાક મહિનામાં જ બજારમાં મળશે સર્વાઇકલ કેન્સર વિરોધી રસી.

Share

આજે આ રસીને વૈજ્ઞાનિકની પૂર્ણતાના અવસરે એક ખાસ કાર્યક્રમમાં કેન્દ્રીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી જીતેન્દ્ર સિંહ પણ સામેલ થયા હતા. વૈજ્ઞાનિક પૂર્ણતાનો આશય એ છે રસીના સબંધિત શોધ અને વિકાસનું કામ પૂરું થઇ ગયું છે.

સર્વાઇકલ કેન્સરથી બચવા માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરાયેલી સ્વદેશી વેક્સીન (HPV vaccine ) થોડાક મહિનામાં જ બજારમાં ઉપલબ્ધ થઇ જશે. સીરમ ઇન્સ્ટિટ્યૂટના પ્રમુખ અંદર પૂનાવાલાએ આની કિંમત સહીત ઘણી બાબતો પર આજે વાત કરી હતી. પૂનાવાલાએ જણાવ્યું હતું કે રસીની કિંમત ઉત્પાદનો તેમજ ભારત સરકાર સાથે ચર્ચા કર્યા પછી જ નક્કી કરવામાં આવશે પરંતુ આ રસીની કિંમત લગભગ રૂપિયા 200 થી 400 ની વચ્ચે રહેશે. રસી પરના તમામ સંશોધન પૂર્ણ થઇ ગયા છે અને તેને બજારમાં ઉપલબ્ધ કરવા માટે આગળનું ચરણ હશે.

Advertisement

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સર્વાઈકલ કેન્સર જવા ગંભીર રોગથી બચવા માટેની આ રસી પ્રથમ 9 વર્ષથી 14 વર્ષની છોકરીયોને આપવામાં આવી શકે છે. આ રસીની જાણકારી રાખવાવાળા એક સૂત્રોએ જણાવ્યું કે શરૂઆતમાં આ રસી ફક્ત છોકરીઓને જ આપવામાં આવશે.

દેશમાં આ સમયે એચપીવીની બે રસી હજાર છે જેમનું નિર્માણ વિદેશી કંપનીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. એમાંથી એક રસી ગાર્ડસીલ છે જેને મર્ક તૈયાર કરે છે જયારે બીજી સર્વેરિક્સ છે જેને ગ્લેક્સો સ્મિથક્લાઈન તૈયાર કરે છે. બજારમાં એચવીપી એક રસીના ડોઝની કિંમત લગભગ રૂપિયા 2,000 થી લઈને 3,000 રૂપિયા સુધી છે.


Share

Related posts

ગુજરાતમાં કોરોના વાઇરસના ત્રણ કેસ પોઝિટિવ : રાજકોટ- સુરત પછી અમદાવાદમાં 1 કેસ નોંધાયો.

ProudOfGujarat

વડોદરા : કરજણ ખાતે મુસ્લિમ સૈયદ સાદાત સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ ના પત્રકાર વસીમ મલેક બેસ્ટ બ્યુરોચીફ ના એવૉર્ડ થી થયા સન્માનિત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!