આજે ગણેશ ચતુર્થી છે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. દેશભરમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે તેવી જ રીતે ગુજરાતભરમા પણ ઠેર ઠેર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો પોતાના ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરે છે અને તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે.
ગુજરાતના તમામ મોટા શહેરોમાં તેમજ ગામડાઓમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ગણેશ મહોત્સવ 10 દિવસ સુધી રહેશે અને સમગ્ર 10 દિવસ ગુજરાતમાં ગણેશ ઉત્સવમય માહોલ રહેશે. શેરીથી લઈને ચોક સુધી તેમજ મોટા મોટા ગણેશ પંડાલમાં ગણેશ ભગવાનની નાની મૂર્તિથી લઈને મોટી મોટી મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.
ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર સહીત અન્ય શહેરોમાં ગણેશ મહોત્સવ ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે. તો બીજી તરફ ગુજરાતના ગામડાઓમાં પણ નાના મોટા પંડાલમાં સામુહિક તેમજ પોતાના ઘરોમાં ગણેશની મૂર્તિની સ્થાપના કરીને ઉજવણી કરવામાં આવી રહી છે.
છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્રની જેમ જ ગુજરાતમાં પણ ગણપતિ ભગવાનના પંડાલ કરવામાં આવે છે અને તેમાં વિશાળ મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે તેમજ અનેક જગ્યાએ ગણેશ મહોત્સવ દરમિયાન વિવિધ અન્ય રીતે પણ ઉજવણી કરવામાં આવે છે. વિવિધ ક્રાયક્રમો કરવામાં આવે છે તેમજ હરીફાઈ તેમજ ગીત – સંગીતના પ્રોગ્રામ પણ રાખવામાં આવે છે.