દેશમાં લોકોને આઉટ ઓફ કન્ટ્રી અભ્યાસ માટે જવા પ્રથમ પસંદગી બને છે ત્યારે ઓટાવા ખાતેના ભારતીય હાઈ કમિશને કેનેડિયન સત્તાવાળાઓને કેનેડિયન યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓની સમસ્યાઓ પર ધ્યાન આપવા જણાવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓને વીઝા મળવામાં વિબ થઈ રહ્યો છે. આ વિલંબને કારણે, ઘણા વિદ્યાર્થીઓ તેમના વિઝા અને વિદ્યાર્થી પરમિટની પ્રક્રિયામાં વિલંબને કારણે શૈક્ષણિક અભ્યાસક્રમોમાં હાજરી આપી શકતા નથી. એક એડવાઈઝરીમાં હાઈ કમિશને જણાવ્યું હતું કે, ઓટાવામાં ભારતીય અધિકારીઓ અને ટોરોન્ટો અને વાનકુવરમાં કોન્સ્યુલેટ આ મુદ્દાઓ પર શૈક્ષણિક સંસ્થાઓ અને કેનેડિયન વાર્તાલાપ સાથે સતત સંપર્કમાં છે. જેમાં તેઓ જણાવે છે કે, ભારતીય વિદ્યાર્થીઓ પહેલાથી જ કેનેડિયન સંસ્થાઓમાં ટ્યુશન ફી ચૂકવી છે.
ત્યારે આવી સ્થિતિમાં, કેનેડિયન સત્તાવાળાઓને ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝા અરજીઓની પ્રક્રિયા ઝડપી બનાવવા વિનંતી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, કેનેડા ભારતીય વિદ્યાર્થીઓ માટે મનપસંદ એજ્યુકેશન હબ તરીકે ઉભરી આવ્યું છે. હાલમાં ભારતમાંથી 2.30 લાખથી વધુ વિદ્યાર્થીઓ કેનેડામાં પોસ્ટ-સેકંડરી સંસ્થાઓમાં નોંધાયેલા છે જેઓ અંદાજે 4 બિલિયન ડોલર ટ્યુશન ફી ચૂકવીને કેનેડિયન અર્થતંત્રમાં સકારાત્મક યોગદાન આપી રહ્યા છે.