આજે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 78 મી જન્મજયંતિ છે. આ પ્રસંગે રાહુલ ગાંધી પોતાના પિતાને યાદ કરીને ભાવુક જોવા મળ્યા હતા. તેણે ટ્વીટમાં રાજીવ ગાંધીનો એક વીડિયો શેર કર્યો છે. આ પ્રસંગે કોંગ્રેસના સાંસદો રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીએ વીર ભૂમિ ખાતે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. રાહુલ-પ્રિયંકા સાથે રોબર્ટ વાડ્રા, સાંસદ કેસી વેણુગોપાલ અને એલઓપી મલ્લિકાર્જુન ખડગે પણ હાજર હતા. આ પ્રસંગે રાહુલ ગાંધી પોતાના પિતાને યાદ કરીને ભાવુક જોવા મળ્યા હતા. તેણે ટ્વીટમાં રાજીવ ગાંધીનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોને શેર કરતા તેણે લખ્યું કે, પપ્પા, તમે દરેક ક્ષણે મારા દિલમાં મારી સાથે છો. હું હંમેશા પ્રયત્ન કરીશ કે તમે દેશ માટે જે સપનું જોયું છે તે હું પૂર્ણ કરી શકું.”
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને તેમની 78 મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. મોદીએ ટ્વિટ કર્યું હતું કે, આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. તમને જણાવી દઈએ કે ભારતના સૌથી યુવા વડાપ્રધાન રાજીવ ગાંધીએ 1984-89 દરમિયાન સત્તા સંભાળી હતી. આ છેલ્લી વખત કોંગ્રેસને લોકસભામાં બહુમતી મળી હતી. 1991 માં એલટીટીઈના આત્મઘાતી બોમ્બરે રાજીવ ગાંધીની હત્યા કરી હતી.