Proud of Gujarat
FeaturedGujaratINDIASportUncategorized

ભારતે આફ્રિકાની ધરતી પર વન ડે શ્રેણી જીતી એક અનોખો ઈતિહાસ રચ્યો!!!

Share

વિરાટ બ્રિગેડ દક્ષિણ આફ્રિકા સામેની પાંચમી વન ડે જીતીને હાલની શ્રેણીમાં 4-1 સરસાઇ મેળવી લીધી છે. છ વન ડે મેચની શ્રેણીની અંતિમ વન ડે માં પણ જો ભારતની હાર થાય તો પણ આફ્રિકા સામેની વન ડે શ્રેણી ભારતના નામે રહેશે. આમ ભારતે 26 વર્ષમાં પ્રથમ વખત આફ્રિકાની ધરતી પર વન ડે શ્રેણી જીતી ઇતિહાસ રચી દીધો છે.

તેની સાથે સતત 9મી દ્વિપક્ષીય વન ડે શ્રેણી જીતને ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડયો છે. સૌથી વધુ વન ડે શ્રેણી જીતવાની વાત કરીએ તો આ વર્લ્ડ રેકોર્ડ વેસ્ટ ઇન્ડિંઝના નામ પર છે. જેમાં વિન્ડીઝની ટીમે 1980 થી 1988 સુધીમાં સતત 15 શ્રેણી જીતી હતી. ભારતે પાંચમી વન ડે માં દક્ષિણ આફ્રિકાને 73 રનથી પરાજય આપ્યો છે.

Advertisement

ભારતે પાંચમી વન ડે જીતવા આફ્રિકા સામે 275 રનનો લક્ષ્ય રાખ્યો હતો. પરંતુ આફ્રિકાની ટીમ 42.2 ઓવરમાં 201 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી રોહિત શર્માએ શાનદાર સદી ફટકારી હતી. ભારત તરથી કુલદીપ યાદવે 57 રન આપી 4 વિકેટ ઝડપી હતી.

સૌજન્ય(સમભાવ)


Share

Related posts

સુપ્રીમ કોર્ટની મંજુરી હોવા ઉપરાંત મોરબી-ભુજમાં ‘પદ્માવત’ થીયેટરોમાં રજુ થશે નહિ

ProudOfGujarat

રાજ્‍યપાલશ્રીની ઉપસ્‍થિતિમાં તપોવન સંસ્‍કાર કેન્‍દ્ર ભરૂચની રજત જયંતિ મહોત્‍સવની ઉજવણી

ProudOfGujarat

ડાંગ જિલ્લાના પ્રભારીમંત્રી ગણપતસિંહ વસાવાએ ડાંગ જિલ્લાની મુલાકત લઈ વહીવટી તંત્ર સાથે મિટિંગ કરી.

ProudOfGujarat
error: Content is protected !!