એમ.એમ.હાઈસ્કુલ, ઇખરમાં ધો.10 અને ધો.12 નાં વિદ્યાર્થીઓનો વિદાય(શુભેચ્છા) સમારોહ યોજાયો. કાર્યક્રમની શરૂઆત શાળાના વિદ્યાર્થીએ તીલાવાતે કલામે પાકથી કરી.ત્યારબાદ શાળાના આચાર્યશ્રી એમ.એ.પટેલે વિદેશથી પધારેલા સફરી ભાઈઓનું તથા સંચાલક મંડળના સદસ્યશ્રીઓનું પુષ્પગુચ્છ આપી હાર્દિક સ્વાગત કર્યું હતું. શાળામાં અભ્યાસ કરતી બાળાઓએ મહેમાનોના સ્વાગત માટે સ્વાગત ગીત રજૂ કર્યું હતું.આચાર્યશ્રી એ આગામી તા.૫મી માર્ચથી શરૂ થઈ રહેલ ધો.૧૦ અને ધો.૧૨ ની જાહેર પરીક્ષા માટે જઈ રહેલા વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન તથા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.વતન પરસ્ત અને સમારોહના મુખ્ય અતિથિ એવા યુ.કે.વેલ્ફેર કમિટીના પ્રમુખશ્રી વલીભાઈ રાયલી સાહેબ તથા સેક્રેટરીશ્રી અહમદ સાહેબ મલ્લૂ દ્વારા વ્યક્તિ જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવી પરીક્ષામાં જ્વલંત સફળતા માટે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.શાળાના રિટાયર્ડ શિક્ષક શ્રી વાય.એમ. પટેલે પોતાના ઉદબોધનમાં વિદ્યાર્થીઓને પરીક્ષાના બિન જરૂરી ડરથી દૂર રહી નિર્ધારિત લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવા અનુરોધ કર્યો હતો.વિશેષમાં વિદાઈ લઈ રહેલા વિદ્યાર્થીઓએ પોતાના આગવા અંદાજમાં અભ્યાસકાળ દરમિયાન થયેલા અનુભવ અને પ્રતિભાવ તથા વિદાઈ ગીત રજૂ કર્યું. અંતે કાર્યક્રમની સફળતામાં સહભાગી એવા સૌ વિદાઈ લઈ રહેલા વિદ્યાર્થીઓ તથા મહેમાનોનો આભાર શ્રી એસ.આઈ. ફારૂકી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો.
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ
એમ.એમ.હાઈસ્કુલ ઇખરમાં ધો.10 અને ધો.12 નાં વિદ્યાર્થીઓનો વિદાય(શુભેચ્છા) સમારોહ યોજાયો.
Advertisement