Proud of Gujarat
FeaturedGujaratINDIA

હોંગકોંગની તરતી રેસ્ટોરન્ટ દરિયામાં ડૂબી જાણો કેવી થઇ હાલત.

Share

હોંગકોંગની પ્રખ્યાત તરતી રેસ્ટોરન્ટ સાઉથ ચાઈના સીમાં 1000 મીટર સુધી ડૂબી ગઈ છે. આ ઘટના હોંગકોંગના પેરાસલ આઈલેન્ડ પાસે બની હતી. પ્રતિકૂળ પરિસ્થિતિને કારણે આ જમ્બો રેસ્ટોરન્ટની મુખ્ય બોટ ડૂબી ગઈ હતી. અકસ્માતમાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. રેસ્ટોરન્ટને બચાવવાના પ્રયાસો ચાલુ છે. જ્યાં જમ્બો રેસ્ટોરન્ટ ડૂબી ગઈ છે, ત્યાંની ઊંડાઈ એક હજાર મીટરથી વધુ છે, તેથી બચાવ અને રાહત કાર્ય મુશ્કેલ બની રહ્યું છે. આ રેસ્ટોરન્ટમાં બ્રિટનની ક્વીન એલિઝાબેથ અને હોલિવૂડ સુપરસ્ટાર ટોમ ક્રૂઝ જેવી અનેક દિગ્ગજ વ્યક્તિઓ હોસ્ટ કરી ચૂકી છે. હોંગકોંગની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે તે મુખ્ય આકર્ષણ હતું.

રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે જમ્બો રેસ્ટોરન્ટના ડૂબવાની આ ઘટના ત્યારે બની જ્યારે તેને 46 વર્ષ બાદ બોટ દ્વારા બીજી જગ્યાએ લઈ જવામાં આવી રહી હતી. હોંગકોંગની આ જમ્બો રેસ્ટોરન્ટ વર્ષોથી પ્રવાસીઓ માટેનું મુખ્ય આકર્ષણ હતું. તેની શરૂઆત 1976 માં થઈ હતી. તેનો કેન્ટોનીઝ ખોરાક શ્રેષ્ઠ માનવામાં આવતો હતો.

Advertisement

કોરોના પછી જમ્બો રેસ્ટોરન્ટ ખુલ્યું ન હતું. માલિકોએ તેને પુનઃજીવિત કરવાના ઘણા પ્રયાસો કર્યા, પરંતુ તે ડૂબી જતાં હોંગકોંગના એબરડીન હાર્બરમાંથી તેને દૂર કરવામાં નિષ્ફળ ગયા. તેનું સંચાલન કરતી એબરડીન રેસ્ટોરન્ટ એન્ટરપ્રાઈઝના જણાવ્યા અનુસાર, આ તરતી રેસ્ટોરન્ટ ચલાવવાનો ખર્ચ સતત વધી રહ્યો હતો. તે સતત પૈસાનું રોકાણ કરવામાં અસમર્થ હતો. તેની જાળવણી પાછળ દર વર્ષે લાખો ડોલરનો ખર્ચ થતો હતો. કંપનીએ કહ્યું કે એવું લાગતું નથી કે તે નજીકના ભવિષ્યમાં ફરી શરૂ થશે. આ તરતી રેસ્ટોરન્ટને અનેક બોટની મદદથી દૂર લઈ જવામાં આવી છે. તેમને વિદાય આપવા માટે સેંકડો લોકો એકઠા થયા હતા.


Share

Related posts

સુરતના મોટામિયા માંગરોળ ખાતે ગાદીપતિ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીની હાજરીમાં સંદલ વિધિ સંપન્ન કરાઈ.

ProudOfGujarat

માંગરોળમાં મામલતદાર કચેરી દ્વારા હળપતિ સમાજના દીકરા દીકરીને જાતિનાં દાખલા કાઢી આપવાની ખાસ ઝુંબેશ શરૂ કરાઇ

ProudOfGujarat

ભરૂચ : રિલાયન્સ મોલની સામે રાત્રિનાં 2 વાગ્યાનાં અરસામાં કારમાં પિસ્તોલ, તમંચા તેમજ જીવતા કારતૂસ સાથે પરપ્રાંતીય ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!