રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ તેના વ્યાજદરમાં ઘટાડો કર્યો નથી પણ જે રીતે બજારમાંથી આગામી દિવસોમાં સરકાર મોટાપાયે નાણા ઉપાડે તેવી ધારણા હોવાથી એકંદરે ધિરાણ ઓછું બનશે અને તેના ભાગરૂપે આમ આદમી માટે પણ ઓટો-હોમ લોન મોંઘા બન્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં બોન્ડ યીલ્ડ વધુ છે અને તે દર્શાવે છે કે ધિરાણ મોંઘુ બની રહ્યું છે. ઉપરાંત બેન્કોમાં ધિરાણ માંગ પણ વધી રહી છે. તેથી જ હાલમાં જ બેન્કોએ બલ્ક ડિપોઝીટ રેટ વધાર્યા છે. જેના કારણે માર્જીનથી કોસ્ટ ઓફ ફંડ આધારીત લેન્ડીંગ રેટમાં વધારો (જે ધિરાણ દરમાં બેન્ચ માર્ક છે) થશે અને એકંદરે બેન્ક ધિરાણ મોંઘુ થયે જેથી નવી ઓટો-હોમ લેનારને માટે આ વ્યાજદર વધારો 25થી100 બેઝીક પોઈન્ટ વધશે.
સૌજન્ય(સાંજ સમાચાર)
Advertisement