વોલ્ટ ડિઝનીની ફિલ્મ ‘બ્લેક પેન્થર’એ બોકસ ઓફિસ કલેકશનના તમામ રેકોર્ડ તોડી નાખ્યા. ફિલ્મ રિલીઝ બાદ અત્યાર સુધીમાં ફિલ્મનું વર્લ્ડવાઇડ કલેકશન ૫૬ અબજ રૂપિયાથી પણ વધુ છે.
શુક્રવારે ખુદ ડિઝનીએ આ અંગે માહિતી આપી હતી. માત્ર વિદેશમા જ નહીં પણ ભારતમાં પણ આ ફિલ્મને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. આવું પહેલી વખત નથી કે જયારે ડિઝનીની કોઇ ફિલ્મે ઐતિહાસિક પ્રદર્શન કર્યું હોય. અગાઉ પણ ‘ધી એવેન્જર્સે, ‘એવેન્જર્સઃ એજ ઓફ અલ્ટ્રોને, ‘આઇરન મેન ૩’ અને ‘કેપ્ટન અમેરિકાઃ સવિલ વોર’ ફિલ્મો શાનદાર પ્રદર્શન કરી ચૂકી છે.
જણાવી દઇએ કે ભારતમાં રિલીઝના ૩ મહિનામાં જ ફિલ્મે ૧૩૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મ ૧૬મી ફેબ્રુઆરીએ ભારતમાં રિલીઝ થતાંની સાથે જ ધૂમ મચાવી દીધી હતી. વર્લ્ડવાઇડ કલેકશનની વાત કરીએ તો ફિલ્મ બ્લેક પેન્થર ઓપનિંગ ડે પર સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઇ છે. બ્લેક પેન્થરમાં કૈડવિક બોસમેન સુપરહિરોના રોલમાં જોવા મળી રહ્યા છે અને ફિલ્મને અત્યાર સુધીની સૌથી મેગા લેવલની માર્વેલ મૂવી બતાવવામાં આવી રહી છે. ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો આ વકાંડા નામના એક એવા કાલ્પનિક દેશની વાર્તા છે જયાં રાજાના મૃત્યુ બાદ તેનો વારસદાર તચાલા શત્રુ સાથે લડીને પોતાની તાકાત મેળવવાનો પ્રયત્ન કરતો હોય છે. આ બધાની વચ્ચે જ આખી દુનિયા પર દુશ્મનોનો ખતરો મંડરાવા લાગે છે અને બ્લેક પેન્થર નામનો એક સુપરહીરો પોતાની ટીમ સાથે દુનિયાને બચાવવાના મિશન પર નીકળે છે. આ ફિલ્મ ભારતમાં પણ જબરદસ્ત કમાણી કરી રહી છે.
સૌજન્ય(અકિલા)