|| શ્રી હનુમાન જયંતિ ||
હિન્દુ ધર્મમાં શ્રી હનુમાન અદ્વિતીય અને વિલક્ષણ ગુણોવાળા દેવતા માનવામાં આવે છે. શ્રી હનુમાનનું ચરિત્ર બધા ગુણોથી સમ્પન્ન છે. હનુમાનજી શ્રેષ્ઠ ભક્ત જ નહીં પરંતુ તેઓ ભક્તિના આદર્શ પણ છે.એટલે શાસ્ત્રો પ્રમાણે બતાવવામાં આવેલ ભક્તિના ચાર સૂત્રોના હનુમાનને ગુરુ માનવામાં આવ્યા છે.
આ ચાર સૂત્રો છે—
કર્મ, ઉપાસના, જ્ઞાન અને શરણાગતિ.
આ ચાર સૂત્રોની સાથે સાધના અને ભક્તિને લીધે જ હનુમાન અદભૂત અને ચમત્કારિક દેવતા ગણવામાં આવ્યા છે.
આ કારણે જ શ્રી હનુમાનની પૂજા-અર્ચના આધ્યાત્મિક અને વ્યવહારિક જીવનના લક્ષ્યો સુધી પહોંચવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ ભક્તિના આ ચાર માર્ગોમાંથી કોઈ એકને પસંદ કરી કોઈપણ ભક્ત પોતાના ભગવાનની કૃપા પ્રાપ્ત કરી શકે છે.
શાસ્ત્રોમાં એવું પણ સ્પષ્ટપણે બતાવવામાં આવ્યું છે કે ભક્તિના આ ચાર રસ્તાઓ પસંદ કરવા માટે કયા પ્રકારની ક્ષમતા જરૂરી છે? જેને સાંભળીને કોઈપણ ભક્ત ભક્તિનું સુખ અને આનંદની ઊંડાઈ સુધી ડુબી શકે છે.
જ્ઞાનમાર્ગ – વિદ્યા, વિચાર અને બૌદ્ધિક રીતે સક્ષમ ભક્ત માટે ભક્તિનો આ માર્ગ શ્રેષ્ઠ છે.
ઉપાસના – ભાવનાનું સ્તરે સબળ ભક્ત માટે ઉપાસનાનો રસ્તો શ્રેષ્ઠ માનવામાં આવે છે.
કર્મ – પુરુષાર્થ, પરિશ્રમના સ્તરે દ્રડ અને મજબૂત ભક્ત માટે કર્મ કે કર્મકાન્ડનો રસ્તો ભક્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
શરણાગતિ – જો કોઈ ભક્ત અન્ય ત્રણ રસ્તાઓને અપનાવવામાં અસહજ, અસક્ષમ મહેસૂસ કરવા લાગે ત્યારે તો ભક્તિનો આ સર્વશ્રેષ્ઠ રસ્તો છે. જે પ્રમાણે સમર્પણ અને શરણાગત થઈ ભગવાનની કૃપા પ્રાપ્ત કરી શકાય છે.
આ ચારમાંથી ત્રણ સૂત્રોમાં સાધના મુખ્ય છે. જ્યારે ચોથા સૂત્રમાં ભગવત્કૃપા મુખ્ય છે. શ્રી હનુમાને ચારેયનો સુમેળ કરીને ભક્ત અને ભગવાનના સંબંધને પાવન-પવિત્ર અને શ્રેષ્ઠ બનાવ્યો છે. એટલે જ હનુમાનજીની પ્રસન્નતા માટે રામ અને રામની કૃપા મેળવવા માટે હનુમાન ભક્તિ ઉપર લોકજીવમાં ઊંડી આસ્થા છે.