એનીમિયાને દૂર કરવા માટે તમારો ખોરાક એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે: ડૉ ભરત ચાંપાનેરીઆ ઇન્દ્રશીલ કાકા-બા અને કલાબુધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કાકા-બા હોસ્પિટલ હાંસોટ ભરુચ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં અત્યંત આધુનિક સારવાર કેન્દ્ર છે, જેમાં રાહતદારે તમામ રોગોની સારવાર તેમજ ઓપરેશન કરવામાં આવે છે.
ઇન્દ્રશીલ કાકા-બા અને કલાબુધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અને ગ્લોબલ હેલ્થ સ્ટ્રેટેજીસ ઇન્સ્ટિટ્યૂટના સંયુક્ત ઉપક્રમે સાહસ પ્રોજેક્ટ ચાલે છે, સાહસ પ્રોજેક્ટ અંતર્ગત હાંસોટમાં ૦ થી ૧૮ વર્ષના બાળકોના આરોગ્ય અને સુખાકારી માટે કામ કરી રહ્યું છે, જેથી હાંસોટમાં એનીમિયા અને કુપોષણના વધતાં પ્રમાણને અટકાવી શકાય.
એનીમિયા એટલે શરીરમાં લોહીના પ્રમાણનું ઘટવું અર્થાત જ્યારે વ્યક્તિના શરીરમાં લોહીની અછત આવી જાય તો સમજી જવું કે તે વ્યક્તિ એનિમિયાંનું શિકાર છે, એનીમિયા કોઈ ગંભીર બીમારી નથી પરતું વ્યક્તિને ગંભીર બીમારી તરફ દોરી શકે છે, થાક લાગવો, શ્વાસ ચડવું, ચીડિયાપણું જેવા લક્ષણો એનીમિયાની અસર બતાવે છે. એનીમિયાના પ્રમાણને ઘટાડવા માટે સરકાર શાળાઓમાં અને આંગણવાડીમાં “એનીમિયા મુક્ત ભારત” કાર્યક્રમ ચલાવી રહી છે જેમાં શાળાઓમાં દર બુધવારે જમ્યા પછી આર્યનની ગોળી જે તે નોડલ શિક્ષક દ્વારા આપવામાં આવે છે તેમજ આંગણવાડીમાં પણ કિશોરીઓ, ધાત્રી માતાઓ બાળકો અને સગર્ભાને નિયમિત ગોળીઓ આપવામાં આવે છે.
દિવસે દિવસે બાળકોમાં એનીમિયા (લોહીની ઉણપ) નું પ્રમાણ વધતું જાય છે, જેથી લોહી સંબધિત તથા અન્ય રોગો સામે આવી રહ્યા છે, સાહસ પ્રોજેક્ટ દ્વારા અને કાકા-બા હોસ્પિટલના સહયોગથી હાંસોટની ૯ સરકારી અને અર્ધસરકારી હાઈસ્કૂલોમાં લોહીની ચકાસણી કરવામાં આવી હતી જેમાં ૧૧ અતિગંભીર એનિમિક બાળકો સામે આવ્યા હતા, આ બધાજ બાળકોમાં એક બાળકીને માત્ર ૨.૯% લોહી હતું જેથી કરી તે બાળકને ૨ બોટેલ લોહી ચડાવવામાં આવ્યું હતું અને માત્ર ૨ મહિનામાં જ તે બાળકીનું લોહી ૮.૪% થઈ ગયું હતું હાલ બાળકીની સારવાર સતત ચાલુ છે અને બાળકી સંપૂર્ણ સ્વસ્થ છે. સાથે સાથે તમામ બીજા બાળકો પણ સંપૂર્ણ સ્વસ્થ છે, રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત થયેલ આરોગ્ય તપાસણીમાં પણ ઘણાં અતિ ગંભીર એનેમિક બાળકો સામે આવે છે તેમની પણ સારવાર વિનામૂલ્ય સાહસ પ્રોજેક્ટ અંતર્ગત કાકા-બા હોસ્પિટલ દ્વારા કરવામાં આવે છે.
“એનીમિયાને દૂર કરવા માટે તમારો ખોરાક એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જેનું વૈકલ્પિક ચયન પોતાના હાથમાંજ હોય છે.લોકોના આરોગ્યની સુખાકારી માટે કામ કરવું એ કાકા-બા હોસ્પિટલનું એક ભગીરથી દ્રઢ સંકલ્પ છે અને આવનાર સમયમાં પણ નિસ્વાર્થભાવે સેવા આપતી રહશે”. (ડૉ.ભરત ચાંપાનેરીઆ, ટ્રસ્ટી કાકા-બા હોસ્પિટલ હાંસોટ).