હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં દિવાળી કાડૅ સ્પધાૅનું આયોજન કરવામા આવ્યું. શાળાના વિદ્યાર્થીઓમાં કલા કૌશલ્ય તેમજ સજૅન શકિતનો વિકાસ થાય તે હેતુસર શાળામા સહભ્યાસ પ્રવૃતિના ભાગરૂપે દિવાળી કાડૅ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. સહભ્યાસ પ્રવૃતિ કરવાનો અનેરો ઉત્સાહ બાળકોના મોં પર છલકાતો હતો. સહભ્યાસિક પ્રવૃતિઓ કરવામા વિદ્યાર્થીઓમા અનેરો ઉમંગ ઉત્સાહ છલકાતો હતો. શાળાના આચાર્ય પારસબેન, શિક્ષકગણ નિલેશકુમાર સોલંકી, નિતેશકુમાર ટંડેલ, તેજસકુમાર પટેલ દ્વારા શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને જરૂરી માગૅદશૅન પૂરૂ પાડવામાં આવ્યુ હતુ. આમ, વિદ્યાર્થીઓમાં કલા કૌશલ્ય તેમજ સજૅન શકિતના વિકાસ માટે સહભ્યાસ પ્રવૃતિઓ તેઓની સુષુપ્ત શક્તિઓ ખીલવવા માટે ખુબ ઉપયોગી સાબિત થઇ હતી.
Advertisement