Proud of Gujarat
GujaratFeaturedINDIA

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં દીકરીના જન્મદિવસ નિમિત્તે દાતાશ્રી દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું.

Share

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં દીકરી ક્રિષ્ણા પટેલના જન્મદિવસ નિમિત્તે દાતાશ્રી દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ દીકરીની માતા રશ્મિબેન પટેલ કે જેઓ અમદાવાદ ખાતે પોલીસ ડિપાર્ટમેન્ટના વુમન પ્રેસિડેન્ટ છે જેઓએ દીકરી ક્રિષ્ણાની જન્મદિવસ પ્રસંગે શાળામાં અભ્યાસ કરતાં તેમજ આંગણવાડી ખાતે અભ્યાસ કરતાં તમામ બાળકોને શૈક્ષણિક કીટ આપી સમાજમાં ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેઓની સાથે કપિલાબેન પટેલ સામાજિક કાર્યકર્તા અંકલેશ્વર પણ હાજર રહ્યા હતાં. તેઓના આ ભગીરથ નિ:સ્વાર્થ કાર્ય બદલ શાળા પરિવારે આભાર માન્યો હતો અને શાળાના શિક્ષક નિલેશકુમાર ડાહ્યાભાઈ સોલંકી એ વિશેષ આભાર માન્યો હતો. આ પ્રસંગે શાળાના આચાર્યા પારસબેન, શિક્ષકગણ તેજસકુમાર પટેલ, નિતેશભાઈ ટંડેલ, એસ. એમ. સી અધ્યક્ષ વનિતાબેન પટેલ, આંગણવાડી કાર્યકર હેમલત્તાબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

Advertisement

Share

Related posts

અભિનેતા જેસન શાહ 8 વર્ષ પછી ફરીથી એમી જેક્સન સાથે કામ કરશે.

ProudOfGujarat

ભરૂચ : નર્મદા નદીએ ૨૪ ફૂટની ભયજનક સપાટી વટાવી, નદીના જળ સ્તરમાં સતત વધારો, કાંઠા વિસ્તારમાંથી ૨૦૦ થી વધુ લોકોનું સ્થળાંતર.

ProudOfGujarat

નર્મદામાં આકાશી ખેતી પર નભતા ખેડૂતોએ મહામુલુ ખાતર બિયારણ લાવી વાવણી કરી દેતા બિયારણ નષ્ટ થવાની ભીતિ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!