Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકાના કતપોર વરૂડી ખોડીયાર માતાજીના મંદિરના જીર્ણોદ્ધાર નિમિતે વાસ્તુ પૂજન અને નવ ચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું.

Share

હાંસોટ તાલુકાના કતપોર વરૂડી ખોડીયાર માતાજીના મંદિરના જીર્ણોદ્ધાર નિમિતે વાસ્તુ પૂજન અને નવ ચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સહકાર મંત્રી ઇશ્વર સિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સમાજમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ થાય તે ભાવનાથી હાંસોટ તાલુકાના વિશોદ નગરી કતપોર ખાતે આઈ શ્રી ખોડીયાર માતાના મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે વાસ્તુ પૂજન તથા નવ ચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન કંટારીયા પરીવારના 101 કપલે નવ ચંડી યજ્ઞમાં શ્રદ્ધા ભાવપૂર્વક ગોર મહારાજની ઉપસ્થિતિમાં પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી દરમ્યાન સહકાર મંત્રી ઇશ્વર સિંહ પટેલનાઓ હાજર રહી પૂજા અર્ચના કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કતપોર ગામના આગેવાનો ખુશાલભાઇ, ભરતભાઇ, રસિકભાઇ, ભગતભાઇ તથા ઠાકોરભાઇ આહીરનાઓએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. 

Advertisement

Share

Related posts

ભરૂચ ના ભોલાવ ભૃગુઋષિ બ્રિજ પાસે થી બાઇક લઇ પસાર થતા યુવાન ને પતંગ નો દોરો આવી જતા નાક અને ગાલ ના ભાગે ઈજાઓ પહોંચી હતી

ProudOfGujarat

નર્મદા કલેકટર કચેરીના તત્કાલીન ડે.મામલતદાર સલીમ લોહિયા લાંચ કેસમાં નિર્દોષ જાહેર થયા.

ProudOfGujarat

સુરેન્દ્રનગર-ટાંકી ચોક વિસ્તારમાં આવેલ ઓઇલ પેઇન્ટની દુકાનમાં આગથી અફરાતફરી સર્જાઈ હતી..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!