Proud of Gujarat
GujaratFeaturedINDIA

હાંસોટના ઈલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા કક્ષાનો TB દર્દીઓ માટે કેમ્પ યોજાયો.

Share

હાંસોટના ઈલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા કક્ષાનો TB દર્દીઓ માટે કેમ્પ યોજવામાં આવ્યો. ઈલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા બિરલા સેલ્યુલોજીક કંપનીના સહયોગથી ટી. બી.ના દર્દીઓ માટે પોષણયુક્ત આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે હાંસોટના ઈલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ઉત્કૃષ્ટ અભિગમ દાખવવામાં આવ્યો હતો. જેમાં હાંસોટ તાલુકાના 57 દર્દીઓને પ્રોટીન પૂરું પાડતાં પોષણયુક્ત આહારની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ અંગેની જવાબદારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઈલાવના કર્મચારી નયનભાઈ પટેલને સોંપવામાં આવી હતી.

સદર કાર્યક્રમમાં હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ ગેમલસિંહ પટેલ, કારોબારી અધ્યક્ષ જયેશભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી ડૉ. અલ્પના નાયર, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. સુશાંત કઠોરવાલા, મેડિકલ ઓફિસર ડૉ. હર્ષ સંઘાણી, બિરલા સેલ્યુલોજીક કંપનીના વાઈઝ પ્રેસિડેન્ટ મનિષ કિશોર તેમજ રિંકલબેન પરમાર ઉપસ્થિત રહ્યા હતાં.

Advertisement

Share

Related posts

ભરૂચ : શ્રવણ ચોકડી, ગેઈલ કોલોનીથી ચાવજ ગામને જોડતો ૪.૦૦ કિ.મીનાં અંદાજીત ₹.૧.૮૦ કરોડના ખર્ચે બનતા રોડનુ ખાતમુર્હૂત કરાયું.

ProudOfGujarat

વડોદરા જિલ્લાનાં શિનોર તાલુકાનાં સિમળી ગામ પાસેથી પસાર થતી કેનાલમાં ટ્રેકટર ખાબકતા ટ્રેકટર ચાલકનું મોત નિપજયું…

ProudOfGujarat

રાજપીપળા શહેરમાં પાંચ મહિનાથી રીક્ષા ચાલકોની આર્થિક હાલત ખરાબ : સરકાર સહાય કરે તેવી માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!