મંગળવાર 02/08/22 ના રોજ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત હાંસોટની અંભેટા પ્રાઇમરી શાળામાં શાળા આરોગ્ય તપાસણીના કાર્યક્રમનું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી (ડૉ. અલ્પના નાયર) તાલુકા આરોગ્ય અધિકારી, (ડૉ. સુશાંત કઠોરવાળા)ના હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરી સાથે સાથે તાલુકા પ્રમુખ (ગેમલસિંહ પરભુભાઈ પટેલ), તાલુકા પ્રભારી મંત્રી (અશોકભાઇ ભંડારી) અને હાંસોટ તાલુકાના બીજા અધિકારીઓ આ કાર્યક્રમમાં સામેલ હતા.
પ્રોજેક્ટ સાહસ અંતર્ગત કાકા-બા હોસ્પિટલ અને ગ્લોબલ હેલ્થ સ્ટ્રેટેજિસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાહસ પ્રોજેક્ટ છેલ્લા 1 વર્ષથી હાંસોટ તાલુકામાં બાળકો અને કિશોર/કિશોરીઓના સ્વાસ્થ્ય પોષણના ઉપર કામ કરે છે. “હું ગ્લોબલ હેલ્થ સ્ટ્રેટેજિસ ઇન્સ્ટિટ્યૂટ અને પ્રોજેક્ટ સાહસનું આભાર માંનું છું કે કોરોનાકાળ દરમિયાન જે સરકારી સેવાઓ બંધ થઈ ગઈ હતી તે ફરીથી શરૂ કરવામાં આવી છે, ઘણી બધી સરકારી યોજનાઓને સુવ્યવસ્થિત કરવામાં આવી છે. બાળકોના સ્વાસ્થ્યમાં સુધારા માટે અમારી પાસે કાર્યક્રમો છે, યોજનાઓ છે, મેનપાવર છે પરંતુ આ બધી વ્યવસ્થાને સુવ્યવસ્થિત કરવામાં સાહસ પ્રોજેક્ટ અમારી મદદ કરી રહી છે”. (અલ્પના નાયર, તાલુકા વિકાસ અધિકારી હાંસોટ). રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત દર 6 મહિને દરેક શાળાઓમાં શાળા આરોગ્ય તપાસ કરવામાં આવે છે, જેમાં બાળકોના વજન અને ઊચાઇ માપવામાં આવે છે તે ઉપરાંત બાળકોની પ્રાથમિક તપાસ કરવામાં આવે છે.
“આરોગ્ય તપાસથી બાળકોમાં 4Ds – વિકલાંગતા, રોગ, વિકાસમાં વિલંબ અને ખામીઓ – ની શોધ અને સારવારની ખાતરી થઈ શકે છે. બાળપણના સ્વાસ્થ્ય અને વિકાસ માટે નિયમિત આરોગ્ય તપાસ મહત્વપૂર્ણ છે. આપણે એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે શાળાઓમાં બાળકોને દર અઠવાડિયે આયર્ન એન્ડ ફોલિક એસિડ (IFA) સપ્લીમેન્ટ્સ મળે,” (ડો. સુશાંત કઠોરવાલા, તાલુકા આરોગ્ય અધિકારી). અશોકભાઈ ભંડારી, “તાલુકા પ્રભારી, “શાળાના બાળકોને IFA, પૌષ્ટિક આહાર, હકારાત્મક વાતાવરણ જેવા સરકારી કાર્યક્રમોમાંથી જે લાભો મળે છે તે બાળકોને આપવા જ જોઈએ. આપણે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘હર ઘર તીરંગા’ નારા સાથે આ મહોત્સવ ઉજવવાનો છે.