અંકલેશ્વર સ્થિત રહેતા સમાજ સેવા કરનાર વિજયભાઈ ત્રિભોવનભાઈ વસાવાના પરિવાર દ્વારા તેઓના પિતા સ્વ. ત્રિભોવનભાઈ વસાવાની ચોથી પુણ્યતિથિ તેમજ કુંવારીકા દીકરીઓના ગૌરીવ્રતના પાવન પર્વ દિન નિમિત્તે પ્રાથમિક શાળા સાહોલમાં અભ્યાસ કરતાં અને આંગણવાડીમાં અભ્યાસ કરતાં તમામ બાળકોને બિસ્કિટ કીટનું વિતરણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે શાળાના આચાર્ય પારસબેન પટેલ, શિક્ષકગણ નિલેશકુમાર સોલંકી, તેજસકુમાર પટેલ, સરપંચ નવનીતભાઈ પટેલ, આંગણવાડી કાર્યકર હેમલત્તાબેન પટેલ – મીનાક્ષીબેન પટેલ , એસ. એમ. સી.અધ્યક્ષ વનિતાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement