સમગ્ર વિશ્વમાં 21 મી જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સ્વાસ્થ્ય નિરોગીમય રહે તે હેતુથી ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા 21 મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત યોગ ટ્રેનર સાહોલ શાળાના શિક્ષક સોલંકી નિલેશકુમાર ડાહ્યાભાઈના માર્ગદર્શન હેઠળ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. નોડલ અધિકારી તરીકે શાળાના આચાર્યા પારસબેન પટેલ, શિક્ષકગણ તેજસકુમાર પટેલ, નિતેશકુમાર ટંડેલ, ગામના સરપંચ નવનીતભાઈ પટેલ, આંગણવાડી કાર્યકર હેમલત્તાબેન, મીનાક્ષીબેન પટેલ, મધ્યાહન ભોજન સંચાલક આશાબેન પટેલ, યુવાનો,વડીલો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement