Proud of Gujarat
FeaturedGujaratINDIA

શ્રી હરિ બાવા સેવક સંધ ગુજરાત તરફથી માહ્યાવંન્સી સમાજના જરૂરિયાતમંદ બાળકોને મફત નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો.

Share

શ્રી હરિ બાવા સેવક સંધ ગુજરાત તરફથી માહ્યાવંન્સી સમાજના જરૂરિયાતમંદ બાળકોને મફત નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. નાયલોન કોલોની કુંવારદા મુકામે મસ્તરામ બાપાના મંદિરે આ કાર્યક્રમ યોજાયો હતો. શ્રી હરિબાવા સેવક સંધની યાદી જણાવે છે કે માહ્યાવંશી સમાજના જરૂરિયાતમંદ બાળકોને નોટબુક નંગ 8.8 નું મફત વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં હાંસોટ તાલુકાના ઓભા, સુણેવ કલ્લા, ધમરાડ, ઇલાવ, હાંસોટ, ખરચ, આમોદ, પાંજરોલી, માંગરોળ તાલુકાના કોસંબા, કુંવારંડા, નાયલોન કોલોની, કે. પી. પાર્ક. તરસાડી, લીબાડાં, અંકલેશ્વર તાલુકાના સજોડ, ઓલપાડ તાલુકાના વેલુજા, માંડવી તાલુકાના નરોલી ગામના 53 બાળકોને નોટબુક વિનામૂલ્યે આપવામાં આવી છે. માહ્યાવંશી સમાજના ઇષ્ટ દેવ આરાધ્ય દેવ સદગુરુ દેવ શ્રી હરિબાવા ગોસાઈનો મહિમા અને ગુણગાન ગામે ગામ શહેરોમા તેમજ આ દેશથી પરદેશ સુધી પ્રચાર અને પ્રસાર થાય. ભાવિ પેઢી હરિબાવા ગોસાઈના મહિમાની જાણકારીથી વાકેફ થાઈ તે માટે વિદ્યારૂપી નોટબુકનું વિતરણ કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

રશિયા, યૂક્રેન વચ્ચે યુદ્ધ સર્જાતાં પોલેન્ડના નાગરિકોએ હનુમાનજીનું શરણ સ્વીકાર્યું.

ProudOfGujarat

નેત્રંગ પોલીસનાં વાહન ચેકિંગ દરમિયાન ચોરીની ૨૪ મોટરસાયકલોનો ભેદ ઉકેલાયો.

ProudOfGujarat

નડિયાદમાં ઉભરાતી ગટરના પાણીથી સ્થાનિકોને ભારે હાલાકી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!