Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકો અને બાળકોનો સન્માન કાર્યક્રમ યોજાયો.

Share

હાંસોટ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ત્રિવાર્ષિક અધિવેશન, નિવૃત સારસ્વત શિક્ષકોનો સન્માન સમારંભ, શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રાથમિક શાળાઓ શિક્ષકો અને બાળકોનો સન્માન કાર્યક્રમ બી. આર. સી ભવન હાંસોટ ખાતે યોજાયો.

સૌ મહેમાનો એકત્ર થઈ પ્રીતિભોજન સાથે લઈ કાર્યક્રમની શરૂઆત મૌન, રાષ્ટ્રીય વંદના વંદેમાતરમ, દીપ પ્રાગટ્ય, પ્રાર્થના, સ્વાગત ગીતથી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં હાંસોટ તાલુકા પંચાયત પ્રમુખ ગેમલસિંહ પટેલ, હાંસોટ પંચાયત કારોબારી અધ્યક્ષ જયેશભાઈ પટેલ, ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. નીપાબેન ડી. પટેલ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સિનિયર ઉપપ્રમુખ તેમજ ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બચુભાઈ વસાવા, હાંસોટ તાલુકા વિકાસ અધિકારી અલ્પનાબેન નાયર, હાંસોટ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશભાઈ પટેલ, ભરૂચ જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન રમેશભાઈ વસાવા, ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ મહામંત્રી પ્રદિપસિંહ રાણા, શિક્ષક જ્યોત સંપાદક મંડળ બંકિમભાઈ પટેલ, શિક્ષક મંડળીના ચેરમેન ચંદ્રવદન પટેલ, પ્રમુખ-મંત્રી, હોદ્દેદારો, શિક્ષક ભાઈઓ – બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ હાંસોટ બી. આર. સી. કૉ ઓર્ડિનેટર હિતેન્દ્રભાઈ પટેલે કર્યું હતું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ને.હા 48 પર બાકરોલ બ્રિજ નજીક હિટ એન્ડ રન..

ProudOfGujarat

ભરૂચ : પ્રોહીબિશન અને હાલોલ તાલુકામાં શરીર સંબંધી અને રાયોટિંગના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

નડિયાદમાં જુગાર રમતા અમદાવાદના 23 જુગારી ઝડપાયા: 38 લાખનો મુદ્દામાલ જપ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!