Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટમાં નજીવી બાબતે યુવાનને માર મારતા તેનું સારવાર દરમ્યાન મોત થતાં હત્યાનો ગુનો દાખલ થયો.

Share

હાંસોટમાં વેરાઈ માતાનાં મંદિર પાસેથી પસાર થતાં યુવાન અને તેના ભાઈ સાથે અન્ય યુવાને ઝધડો કરીને ગળું દાબી માર મારતા યુવાનને શરીરનાં અંદરના ભાગે ઇજા થતાં તેનું મોત થતાં પોલીસે હત્યા અંગે ગુનો દાખલ કર્યો છે. ભરૂચ જીલ્લાનાં હાંસોટ તાલુકામાં એક હત્યાનો બનાવ બન્યો છે. પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદમાં હાંસોટનાં રામનગરમાં રહેતો કલ્પેશ ઠાકોરભાઈ મિસ્ત્રી અને તેનો ભાઈ યોગેશ હાંસોટનાં વેરાઈ માતાજીનાં મંદિર પાછળનાં રસ્તા ઉપર સાંજના ચાલતાં આવતા હતા ત્યારે ત્યાં નજીકમાં રહેતો સલીમ રસુલવાડીવાલા એ કલ્પેશ અને યોગેશને રોકીને કહ્યું કે તમે મારી જગ્યામાંથી કેમ જાવ છો તેમ કહી માઁ બહેન સમાન ગાળો બોલતા યોગેશ એ સલીમ વાડીવાલાને ગાળો નહીં બોલવાનું કહેતા સલીમએ યોગેશનું ગળું દબાવીને તેને પેટમાં ફેટ મારતા તે જમીન પર પડી ગયો હતો અને સલીમે તેના ભાઈને માર મારતા યોગેશ બેભાન થતાં તેને પ્રથમ સરકારી દવાખનામાં તેમજ ત્યાંથી અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવતા હાજર તબીબે યોગેશને મૃત જાહેર કર્યો હતો. યોગેશને મૃત જાહેર કરતાં તેના પરિવારજનોએ હાંસોટ પોલીસ મથકમાં ફરિયાદ આપતા હાંસોટ પોલીસ સલીમ વાડીવાલા સામે હત્યા અંગે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાંસોટ પોલીસ મથકના પી.આઇ.એ તપાસ શરૂ કરી સલીમ વાડીવાલાનાં ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

વાંકલ : શ્રી કઠોર કેળવણી મંડળ સંચાલિત વ.દે.ગલિયારા વિદ્યાલયનું એસ.એસ.સી પરીક્ષામાં 57%પરિણામ અને એન.સી.પટેલ એન્ડ સી.વી. પટેલ”બિલિયન્ટ” ઇંગ્લિશ એકેડેમીનું 83% પરિણામ આવ્યું.

ProudOfGujarat

ભારતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી, હવામાન વિભાગે કરી પુષ્ટી

ProudOfGujarat

ભરૂચના શક્તિનાથ રેલવે ફાટક વિસ્તારમાંથી બે ઇસમોનો ઇજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળતા ચકચાર..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!