Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં નવી પેન્શન યોજના અંતર્ગત અનોખો વિરોધ.

Share

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં જૂની પેન્શન યોજના અમલીકરણના રાજ્યવ્યાપી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ – ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આહવાન ભાગરૂપે તમામ કર્મચારીગણ 1 લી એપ્રિલના રોજ કાળી પટ્ટી, કાળા પહેરવેશ ધારણ કરી કાળો દિવસ ઉજવ્યો હતો. શાળાના સમયથી 15 મિનિટ પહેલાં જઈ સૌ શાળા પરિવાર એકત્ર થઈ બે મિનિટનું મૌન પાડેલ હતું અને જાહેર કરાયેલ અભિયાનમાં શાળાના શિક્ષકમિત્રો નિલેશકુમાર સોલંકી, તેજસકુમાર પટેલ, નિતેશકુમાર ટંડેલ તેમજ આચાર્ય પારસબેન પટેલ પણ જોડાયા હતા.

Advertisement

Share

Related posts

કરજણ તાલુકાના માત્રોજ ગામના પાટિયા પાસેથી ગેરકાયદે દારૂની હેરાફેરી કરનાર એક ઇસમની પોલીસે ધરપકડ કરી.

ProudOfGujarat

આજે વિશ્વની વસ્તી પહોંચી 8 અબજ સુધી, સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં કરાયો દાવો.

ProudOfGujarat

નેત્રંગ થવા ખાતે એકલવ્ય સાધના વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને ધાબળા વિતરણ કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!