પ્રાથમિક શાળા સાહોલ ખાતે 12 થી 14 વર્ષના બાળકો માટે વેક્સીનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
હાંસોટ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડૉ. ધૃતિકા પટેલ, ડૉ.સેજલ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતું. આ પ્રસંગે હાંસોટ તાલુકાના બી. આર. સી. કૉ – ઓરર્ડીનેટર હિતેન્દ્રભાઈ પટેલ, શાળાના આચાર્યા પારસબેન પટેલ, શિક્ષક મિત્રો નિલેશકુમાર સોલંકી- તેજસકુમાર પટેલ – નિતેશકુમાર ટંડેલ – શાળા એસ. એમ. સી અધ્યક્ષ વનીતાબેન પટેલ, આશાવર્કર હેમલત્તાબેન પટેલ, મધ્યાહન ભોજન સંચાલક આશાબેન પટેલ તેમજ ગામના સરપંચ નવનીતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement