Proud of Gujarat
GujaratFeaturedINDIA

હાંસોટની પ્રાથમિક શાળા પાંજરોલી ખાતે ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા શિક્ષકનું સન્માન કરાયુ.

Share

શ્રી બાવન બાવીસ કડવા પાટીદાર સમાજ પ્રગતિ મંડળ સુરત દ્વારા આયોજિત તેજસ્વી તારલા સન્માન સમારોહ -2022 નું આયોજન કોમ્યુનિટી હોલ સુરત ઉધના મગદલ્લા રોડ ખાતે યોજાવામાં આવ્યું હતું. જેમાં અતિથિ વિશેષ તરીકે હર્ષ સંઘવી ગ્રૃહમંત્રી ગુજરાત સરકાર, મહેન્દ્રભાઈ પટેલ ઉપાધ્યક્ષ, ગુજરાત પ્રદેશ ભાજપા નિવૃત્ત I.A.S ગુજરાત સરકાર તેમજ મુખ્ય વકતા જયેશભાઈ બ્રાહ્મભટ્ટ, કેરિયર કાઉન્સિલર અને સમાજના પ્રમુખ તેમજ પ્રતિષ્ઠિત આગેવાનો વાલીઓ દ્વારા સમાજના શૈક્ષણિક ક્ષેત્રમાં મેળવેલ સિધ્ધિઓ બદલ તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, જે અંતર્ગત અશોકકુમાર જયંતિલાલ પટેલને Master of Arts in sociology પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા બદલ શ્રી બાવન બાવીસ કડવા પાટીદાર સમાજ પ્રગતિ મંડળ, સુરત દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં. જે બદલ શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતાં અને ઉતરોતર વધુ પ્રગતિ હાંસલ કરે એવી શુભકામનાઓ પણ પાઠવી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર કાપોદ્રા ગામમાં ઝાડીમાં સંતાડેલ વિદેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat

વડોદરાના નારી સંરક્ષણ ગૃહમાંથી ફરાર થયેલ બે યુવતી ઝડપાઈ : એક ફરાર.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં બે દિવસ દરમિયાન ચાર નવા કોરોના કેસ સાથે કુલ આંક ૮૪ થી વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!