કિશોરાવસ્થાની છોકરીઓને માસિક સ્વાસ્થ્ય અને સ્વચ્છતાના મહત્વ વિશે માહિતગાર કરવા માટે, કાકાબા હોસ્પિટલ અને તેની સહભાગી સંસ્થા ગ્લોબલ હેલ્થ સ્ટ્રેટજીસ ઇન્સ્ટિટ્યૂટ (GHSI), હાંસોટની શાળાઓમાં શ્રેણીબદ્ધ વર્કશોપનું આયોજન કરી રહી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત નવેમ્બર 2021 થી માર્ચ 2022 વચ્ચે હાંસોટ તાલુકામાં આવેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને અર્ધસરકારી શાળાઓમાં નોંધાયેલ તમામ કિશોરીઓની તાલીમ પૂર્ણ કરવામાં આવશે.
ગુજરાત રાજ્યમાં 15 થી 24 વર્ષની મહિલાઓમાં માસિક સ્ત્રાવ દરમિયાન સેનેટરી પેડનો ઉપયોગમાં નોંધપાત્ર વધારો જોવામાં મળ્યો છે પરંતુ હજુ પણ આ સંખ્યામાં તફાવત જોવા મળે છે. રાષ્ટ્રીય કિશોર સ્વાથ્ય કાર્યક્રમ (RKSK) અને માસિક આરોગ્ય યોજના હેઠળ, કિશોરીઓની માસિક સ્વચ્છતાના ઉત્પાદનોના યોગ્ય ઉપયોગ અને નિકાલ માટે તેમજ રાહતદારે મળતા સેનિટરી પેડની ઉપયોગિતા વિશે શિક્ષણ અને જાગૃતિ માટે હકદાર છે. હાંસોટમાં કોવિડ-19 રોગચાળાને કારણે લગભગ બે વર્ષથી નિષ્ક્રિય રહી ગયેલી યોજનાઓને કારણે આજે પણ આ પ્રવર્તિઓ મર્યાદિત છે. આ માટે, કાકા-બા હોસ્પિટલનો મુખ્ય પ્રોગ્રામ સ્ટ્રેન્થનિંગ એક્સેસ એન્ડ અવેરનેસ ઑફ હેલ્થ ઇન હાંસોટ (SAAHAS) 2021 થી હાંસોટમાં શૈક્ષણિક વર્કશોપનું આયોજન કરે છે. અત્યાર સુધીમાં, 350 થી વધુ કિશોરીઓ આ કાર્યક્રમમાં ભાગ લઈ ચૂકેલ છે. અને મુખ્ય પાસાઓમાં માસિક આરોગ્ય અને સ્વચ્છતા વિશે માહિતગાર કરવામાં આવેલ છે.
પ્રશિક્ષિત વક્તા દ્વારા આયોજિત સત્રોમાં કિશોરાવસ્થાના શારીરિક ફેરફારો વિશેની માહિતીનો સમાવેશ થાય છે અને તેનો હેતુ માસિક સ્વાસ્થ્ય વિશેની ખોટી માન્યતાઓ તેમજ ખોટી માહિતીને દૂર કરવાનો છે. સેનિટરી પેડનો ઉપયોગ વિશે દરેક કિશોરીને વિગતવાર માહિતી આપવામાં આવી છે, અવૈજ્ઞાનિક અને અસ્વચ્છ પદ્ધતિઓનો ઉપયોગ કરવાથી જે પ્રજનન સંબંધી બિમારીઓમાં વધારો થઈ રહ્યો હતો, જેને ઘટાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે. સેનિટર પેડનો ખોટો નિકાલ ઘરો અને પર્યાવરણ પર પ્રતિકૂળ અસર કરી શકે છે. સેનિટરી પેડનો સુરક્ષિત રીતે નિકાલ કેવી રીતે કરવો તે વિશે કિશોરીઓને શીખવવું એ એક મહત્વપૂર્ણ જરૂરિયાત છે.
કાકા-બા હોસ્પિટલ પણ આ શૈક્ષણિક સત્રોમાં ભાગ લેનારી દરેક કિશોરીને છ માસ સેનિટરી પેડનો જથ્થો વિનામૂલ્યે વિતરણ કરી રહી છે. માસિક સ્વચ્છતા ઉત્પાદન વિશેની સમુદાયમાં કિશોરીઓને આવશ્યક વસ્તુઓની પહોંચ મળે તેની ખાતરી કરવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે સરકાર દ્વારા મંજૂર, રાહતદરે સેનિટરી પેડ શાળાઓ, આંગણવાડી કેન્દ્રો અને માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકરો (આશા) પાસે રાહતદારે ઉપલબ્ધ છે તેની ખાતરી કરવા માટે, SAAHAS સપ્લાય ચેનને સુવ્યવસ્થિત કરવા માટે સંબંધિત સરકારી વિભાગો અને અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યું છે.
ભૂતકાળની વર્કશોપમાં, કિશોરીઓએ સત્રો વિશે તેમનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. “આ સત્ર પછી, હું આ ઉંમરમાં મારા માનસિક ફેરફારો વિશે સમજવામાં સક્ષમ છું. કાકા-બા હોસ્પિટલનો આભાર પેડ્સ માટે અને તેનો નિકાલ કેવી રીતે કરવો. અમે હવે તેમને બાળીશું નહીં પરંતુ મેડમના કહેવા પ્રમાણે તેમની સંભાળ રાખીશું,” રિયા પંચાલે કહ્યું, કે.એમ હાઈસ્કૂલની વિદ્યાર્થીની. કતપોર આગામી સપ્તાહમાં, પ્રોજેક્ટ સાહસ તાલુકાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને સરકારી અર્ધસરકારી શાળાઓમાં બાકી રહેલી 250 થી વધુ કિશોરીઓ સાથે વધુ ત્રણ વર્કશોપનું આયોજન કરશે. કાકા-બા હોસ્પિટલ આ છોકરીઓને પણ મફત સેનેટરી પેડનું વિતરણ કરશે. કિશોરીઓના માસિક સ્વાસ્થ્યને સુરક્ષિત કરવા માટે આજે એક નાનું પગલું ભરવું એ રાજ્ય અને દેશભરની મહિલાઓ અને છોકરીઓના સ્વાસ્થ્ય અને સુખાકારીની સુરક્ષા તરફ એક મોટું પગલું હોઈ શકે છે.