Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ 108 એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા મહિલાને એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ કરાવી.

Share

તા.01/03/2022 ના 18:57 કલાકે કોલ મળતાની સાથે હાંસોટ ૧૦૮ એમ્બ્યુલન્સ ગામ સાજોદ ખાતે પહોંચતા સંગીતાબેન એલ.વસાવાને વધુ તકલીફ હોવાથી તેમને સારવાર માટે સેવા રૂરલ હોસ્પિટલમાં ઝઘડિયા લઈ જવા નિકળયા ત્યારે ‍૧૦૮ ઇ.એમ.ટી શર્મિલાબેન અને પાઇલોટ સુલતાનભાઈ દ્વારા એમ્બ્યુલનસ ૧૦૮ ગોવાલી ગામથી થોડે દૂર પહોચતા ગોવાલી ગામ પાસે રસ્તામાં ઈ. એમ.ટી. સંગીતાબેનને ડીલીવરીનાં લક્ષણો જણાતા ઇએમટી શર્મિલાબેન પાયલોટ સુલતાનભાઈને એમ્બ્યુલન્સ સાઈડમા ઉભી રાખવા કહ્યું, પછી ઈએમટી શર્મિલાબેન અને પાયલોટ સુલતાનભાઈ બંને ભેગા મળીને એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવી હતી.

પ્રસુતી વખતે બાળકના ગળામા નાળ વીંટળાયેલ હોવાથી અમદાવાદ ૧૦૮ આોફિસમા બેઠેલા ડોક્ટરની સલાહ લઇને હેમખેમ બાળકના ગળામાથી નાળને કાઢીને બાળકીનો જીવ બચાવી સફળ ડિલિવરી કરાવેલ સંગીતાબેનને બાળકીનો જન્મ થયો હતો. બાળકીના જન્મ સમયે બાળકી કોઈ પણ પ્રકારની હરકત ના કરતા શર્મિલાબેન ડોક્ટરની સલાહ મુજબ સારવાર આપી નવું જીવન પ્રદાન કર્યું હતું.

Advertisement

સંગીતાબેનને દીકરીનો જન્મ થયેલ જાણવા મળતા જ તેમનાં પરિવારમા ખુશીનો મોહોલ જોવા મળ્યો. સંગીતાબેન અને બાળકીને સારવાર માટે સેવા રૂરલ હોસ્પિટલ ઝઘડિયા ખાતે ખસેડવામાં આવેલ છે. ૧૦૮ એમ્બુલન્સની ટીમની કામગીરી હોસ્પિટલના સ્ટાફ તેમજ સગર્ભાના પરિવારજનો તેમજ ૧૦૮ ના મેનેજર અભિષેક ઠાકર અને પ્રવીણ સર એ ૧૦૮ ના ઇ એમ ટી શર્મિલાબેન તેમજ પાઇલોટ સુલતાનભાઈની ઉત્કૃષ્ટ કામગીરી બિરદાવી હતી.


Share

Related posts

નડિયાદના હિન્દુ અનાથ આશ્રમમાં ૫૬૩ મી આશ્રીત દિકરીના લગ્ન યોજાયા

ProudOfGujarat

સુરત : પાંડેસરા વિસ્તારમાં યુવકની હત્યા કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

ProudOfGujarat

લીંબડીના જાખણ ગામે યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!