જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ભરૂચ સંચાલિત પ્રાથમિક શાળા સાહોલ ખાતે બાળકોમાં શારીરિક કૌશલ્ય, ખેલભાવના,જેવા ગુણોનો વિકાસ થાય તેમજ સશક્ત સમાજનું નિર્માણ, બાળકોની રમત પ્રત્યેની જાગૃતતા આવે તે અંતર્ગત માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. એન. ડી. પટેલ પ્રેરિત હાઉસ આધારિત પ્રવૃતિઓમાં ધોરણ 1 થી 5 માં 100 મી દોડ, લીંબુ ચમચી, કોથળા દોડ તેમજ ધોરણ 6 થી 8 માં ખો – ખો, કબડ્ડી, ક્રિકેટ, લાંબીકૂદ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ સ્પર્ધામાં વિજેતા હાઉસના માર્ગદર્શક શિક્ષક તેમજ ટીમ લીડરને પણ શાળા દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.
Advertisement