Proud of Gujarat
GujaratFeaturedINDIA

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે દીકરીઓને સ્વ- બચાવની તાલીમ અપાઈ.

Share

પ્રાથમિક શાળા સાહોલ ખાતે ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતી દીકરીઓને સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત સ્વ- બચાવની તાલીમ નિહોન શોટોકાન કરાટે એસોસિએશન તરફથી સિહાન ચિંતનભાઈ પટેલની ટીમમાંથી રાકેશભાઈ ચૌહાણ કોચ દ્વારા તાલીમ શાળા કક્ષાએ તારીખ 22-02-2022 થી તારીખ 25-02-2022 એમ દિન 4 સુધી આપવામાં આવી હતી. આ તાલીમમાં ફેશ પંચ, ચેસ્ટ પંચ, મિડલ પંચ, હેડ સાઈડ લોક, સાઈડ લોક, ગરદન એક – બે હાથે બચાવ જેવી વિવિધ તાલીમ પ્રેક્ટિકલ રીતે તાલીમબદ્ધ આપવામાં આવી હતી.

આ તાલીમ પેટે સાહોલ શાળાના એસ. એમ. સી. ખાતાના માધ્યમથી નિહાન શોટોકાન કરાટે એસોસિએશન ને ચેક દ્વારા રૂપિયા 5000/- ચૂકવવામાં આવ્યા હતા. દીકરીઓને તાલીમ આપવા બદલ શાળા પરિવારે, સરકારશ્રી અને ચિંતનભાઈ પટેલ – રાકેશભાઈ ચૌહાણને અભિનંદન પાઠવ્યા હતાં.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : શ્રાવણ માસમાં ભગવાન પણ સુરક્ષિત નથી : શિવ મંદિરને તસ્કરોએ નિશાન બનાવી દાન પેટીની ચોરી કરી

ProudOfGujarat

માંગરોળ : ઝાંખરડા ગામે સામાજિક વનીકરણ રેન્જ અને પ્રાથમિક શાળા દ્વારા પર્યાવરણ લોક જાગૃતિ સાઈકલ રેલી યોજાઈ

ProudOfGujarat

પોરબંદર : રાણાવાવ પાસે પાવ ગામની સીમમાં દીપડાએ વાછરડાનું કર્યું મારણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!