Proud of Gujarat
GujaratFeaturedINDIA

હાંસોટના ખરચ ગામમાં જોધલપીર મંદિરનો આગિયારમો સાલગીરી મોહત્સવ યોજાયો.

Share

હાંસોટના ખરચ ગામ ખાતે જોધલપીર મંદિરનો આગિયારમો સાલગીરી મોહત્સવ ભીખુબાપુ ખરચના સાનિધ્યમાં ઉજવવામાં આવ્યો. જેમાં મહંત ગોરધનદાસબાપુ, મહંત શંભુનાથ બાપુ, ભીલપુરના સંત લાલજીદાસ બાપુ તેમજ જોધલપીર પરિવારના સંતો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સાંજે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ મહાપ્રસાદીનું આયોજન સામાજિક કાર્યકર જસવંતભાઈ પરમાર અને ખરચના સરપંચ લક્ષ્મીબેન તરફથી કરવામાં આવ્યું હતું. આજુબાજુના ગામોના ભાવિક ભક્તોએ પુજાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. તેમજ સાંજના 7:00 કલાકે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી, રેડક્રોસ બ્લડ બેન્ક રાજપીપળાના સહયોગથી ડૉ.જાદવ સાહેબ અને એમની ટીમ દ્વારા 34 બોટલ બ્લડ ભેગુ કરવામાં આવ્યું હતું. મહંત ગોરધનદાસબાપુ દ્વારા આશીર્વચન આપ્યા હતા.

Advertisement

Share

Related posts

નડિયાદ તાલુકાના પીપળાતા ગામનાં ખેડૂતે પ્રાકૃતિક ખેતી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું.

ProudOfGujarat

પર્યાવરણ પ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓ દ્વારા પોરબંદર નગરપાલિકાના તંત્રને પ્લાસ્ટીક ઉત્પાદન,વેચાણ અને ઉપયોગ બંધ કરાવવાં વારંવાર રજુઆતો

ProudOfGujarat

વાંકલ : વન, આદિજાતિમંત્રી ગણપતભાઈ વસાવાએ વેરાકુઈ અને નાંદોલા ખાતેથી વેકસીનેશન અભિયાનનો શુભારંભ કરાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!