Proud of Gujarat
GujaratFeaturedINDIA

હાંસોટ ખાતે વિદ્યાર્થીની સાથે અડપલા કરતા આધેડ શિક્ષકની પોલીસે કરી અટકાયત.

Share

હાંસોટ તાલુકાની એક પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક ઈશ્વરભાઈ ગોમાનભાઈ પટેલે તેમની શાળામાં ધોરણ ૫ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શાળામાં આવી ત્યારે બાળકીને પોતાની પાસે બોલાવી હતી. વિકૃત માનસ સાથે આ શિક્ષકે તેની દીકરીની વયની બાળકીને બારી પાસે ઉભી રાખી જરૂરી માપ લેવાના હોવાનું કહી શારીરિક અડપલાં શરૂ કર્યા હતા. અંદાજિત 10 વર્ષની બાળકી ઉંમરથી નાદાન જરૂર હતી પણ તે શિક્ષકના સ્પર્શ અને નિયતને ચોક્કસ સમજી ગઈ હતી. આ બાળકીને ગુરુ જમીન ઉપર બેસાડતા તેને કંઈક અજુગતું બનવાનો હોવાનો અંદાજ આવી ગયો હતો અને નાસી જવા પ્રયાસ કર્યો હતો જેને રોકવા જતા શિક્ષકથી બાળકીનું ફ્રોક પણ ફાટી ગયું હતું. ગભરાયેલી બાળકી ફાટેલા કાપડાએ પણ ઘર તરફ દોડી જઇ તેની આપવીતી પરિવારને જણાવતા માતા-પિતા દીકરી સાથેનું વર્તન સહન કરી શક્ય ન હતા. માતા-પિતા તુરંત શાળામાં પહોંચ્યા હતા જ્યાં શિક્ષક ભૂલ સ્વીકારી અને સહકાર કરવા લાગ્યો હતો. લંપટ શિક્ષકે પોતાના પિતાને પણ મારી તેના કપડા ફાડી નાખી ભગાડી મૂક્યો હતો આખરે આ બાબતની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડી બાળકીઓને પૂછતા શિક્ષકની કરતુતો બહાર આવી હતી. બાળકીઓએ જણાવ્યું હતું કે શિક્ષક અમને હાજતે જતી વખતે અમારો પીછો કરી આપત્તિજનક સ્થિતિ જોતા અને મોબાઇલમાં વિડીયો બતાવતા હોવાનો આક્ષેપ કરતા હાંસોટ પોલીસે પોસ્કો અને આઇટી એક્ટ સહિત વિવિધ કલમો હેઠળ શિક્ષક વિરૂદ્ધ ગુનો દાખલ કરી તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

લોકડાઉન વચ્ચે મહાનગરોમાં ફસાયેલા ગ્રામિણ શ્રમિકોની કફોડી હાલત.

ProudOfGujarat

નર્મદા જિલ્લા LCB અને સાઇબર સેલ નર્મદા, પોલીસે નર્મદા જિલ્લામાં ગુમ થયેલા 27 એન્ડ્રોઇડ મોબાઈલ શોધી મૂળ માલિકોને સોંપવામાં આવ્યા

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસીમાં મજુરી કામ કરતા પરપ્રાંતિય યુવકને અન્ય બે ઇસમોએ માર માર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!