હાંસોટ તાલુકાના રાયમા ગામે વન ખારી ઉપર બનાવેલ નવા બ્રીજમાં થયેલ ભ્રષ્ટાચાર ના વિરોધમાં હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા હાંસોટ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. હાંસોટ તાલુકાના રાયમા ગામે જે નવો બ્રીજ બનાવેલ છે તેનું કામ નીતિનિયમ મુજબ કરેલ નથી તેથી અકસ્માતનો ભય સેવાઇ રહ્યો છે તથા અને રાતોરાત બ્રીજને ખુલ્લો મુકવામાં આવેલ છે અને કામમાં સ્પષ્ટ ભ્રષ્ટાચાર દેખાઈ રહેલો છે અને એજન્સી દ્વારા કોઇ પણ બોર્ડ લગાવેલ નથી તે બાબતનો વિરોધ દર્શાવતું આવેદનપત્ર હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા હાંસોટ મામલતદાર એન.પી. સાવલિયા ને પાઠવવામા આવ્યું હતું અને કોન્ટ્રાક્ટર દ્વારા અધૂરા કામો પૂરા કરવા સૂચના આપી કામની અંદર થયેલ ભૂલોને તાત્કાલીક સુધરવામાં ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી આ દરમિયાન હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પરેશ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સભ્ય ડી. સી. સોલંકી, ભરૂચ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી રજનીકાંત પટેલ, મોહસીન અલી મલેક, અશોક પટેલ, કેશવભાઈ પટેલ, દલસુખ ભાઈ પટેલ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
હાંસોટ તાલુકાના રાયમા ગામે વન ખારી ઉપર બનાવેલ નવા બ્રિજમાં થયેલ ભ્રષ્ટાચારના વિરોધમાં હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
Advertisement