Proud of Gujarat
GujaratFeaturedINDIA

હાંસોટની પ્રાથમિક શાળા સાહોલમાં ” ગિજુભાઈ બધેકા ” બાળમેળો યોજાયો.

Share

જી.સી.ઈ. આર.ટી.ગાંધીનગર દ્વારા વિદ્યાર્થીઓમાં વ8વિવિધ જીવન કૌશલ્યોની ખીલવણી થાય તે માટે બાળમેળાની પ્રવૃત્તિ ધોરણ 1 થી 5 ના બાળકો માટે યોજવામાં આવી હતી.

આ બાળમેળાની પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં બાળવાર્તા, માટીકામ, રંગપૂરણી, ચિત્રકામ, કાગળકામ, ગડીકામ, છાપકામ, રંગોળી, વિવિધ રમતો, ગીત-સંગીત, અભિનય ગીત જેવી વિવિધ પ્રવૃતિઓ અને રમતોના માધ્યમથી વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

વિદ્યાર્થીઓ વિવિધ આનંદદાયી પ્રવૃત્તિઓ કરી મનોરંજન સાથે જ્ઞાન મેળવે, સહકાર-નેતૃત્વ-લોકશાહીની ભાવના – સાહસિકતા તેમજ બાળકોની મનોસામાજીક માવજત થાય એ હેતુ સાર્થક નીવડે તેવા આશયથી શાળાનાં આચાર્ય પારસબેન પટેલ, શિક્ષકગણ નિલેશકુમાર સોલંકી, તેજસકુમાર પટેલ, નિતેશકુમાર ટંડેલના માર્ગદર્શન હેઠળ બાળમેળાનું સુચારુ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું અને તમામ બાળકોનો એક જ સૂર હતો કે અમને ખૂબ જ મજા પડી.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લાનાં યુવાન પર દક્ષિણ આફ્રિકામાં લૂંટનાં ઇરાદે હુમલો કરાયો.

ProudOfGujarat

બહેન ની બર્થ ડે માં વગુસણા ગામે આવેલાં ભાઈ ની મોટરસાયકલ ચોરાઈ

ProudOfGujarat

વાંકલ : વલસાડ પ્રદેશ મૈસુરીયા સમાજ દ્વારા સૌપ્રથમ વાર રકતદાન શિબિરનું બ્લડ બેંક વલસાડમાં આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!