Proud of Gujarat
GujaratFeaturedINDIA

હાંસોટ ૧૦૮ એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા મહિલાને એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવી.

Share

ગતરોજ તા. ૩ ના રાતના દસ વાગ્યાની આસપાસના સમયે કોલ મળતાની સાથે હાંસોટ ૧૦૮ એમ્બ્યુલન્સ હાંસોટ સીએચસી ખાતે પહોંચી ત્યાં ડોક્ટરે જણાવેલ કે સેજલબેન ધનસુખભાઈ રાઠોડ રહે. બાડોદરાને વધુ તકલીફ હોવાથી અને અપૂરતા મહિના હોવાથી તેમને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવા પડે તેવી પરિસ્થિતિ છે, ત્યારે ‍૧૦૮ ઇ એમ ટી હિતેશભાઈ પટેલ અને પાઇલોટ સુલતાનભાઈ ગોહિલ મહિલાને એમ્બ્યુલન્સમાં લઇને હોસ્પિટલ તરફ જવા નીકળ્યા હતાં તે દરમિયાન અંકલેશ્વર નજીક ગડખોલ પાટીયા પાસે પહોંચતા ઈ.એમ.ટી. હિતેશભાઈને ડીલીવરીના લક્ષણો જણાતા એમ્બ્યુલન્સ રસ્તાની બાજુમાં ઉભી કરી દીધી હતી. મહિલાને રસ્તામાં એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવવી પડે એમ લાગતા ૧૦૮ ના ઇએમટી હિતેશભાઈ અને પાયલોટ સુલતાનભાઈ બન્નેએ ભેગા મળીને ડોકટરનો ફોન દ્વારા સંપર્ક કરીને તેમના માર્ગદર્શન મુજબ મહિલાને એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી હતી. પ્રસુતિ વખતે બાળકના ગળામાં નાળ વીંટળાયેલ હોવાથી અમદાવાદ ૧૦૮ આોફિસમાં બેઠેલા ડોક્ટરની સલાહ લઇને હેમખેમ બાળકના ગળામાંથી નાળ કાઢી લીધી હતી. પ્રસુતા મહિલા સેજલબેનને બાળકીનો જન્મ થયો હતો. બાળકીના જન્મ સમયે બાળકી કોઈ પણ પ્રકારની હરકત ના કરતા હિતેષભાઇએ ફરીથી ડોક્ટરની સલાહ મુજબ સારવાર આપતા બાળકીએ હલનચલન કરવાનું શરુ કર્યુ હતુ. દીકરીનો જન્મ થયેલ જાણવા મળતા જ મહિલાના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બાદમાં માતા અને નવજાત બાળકને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે લઇ જવામાં આવ્યા હતા. ૧૦૮ ઇમરજન્સી ભરૂના અધિકારીઓ અભિષેક ઠાકર અને અશોક મિસ્ત્રીએ ૧૦૮ ના સ્ટાફની કામગીરીને આવકારીને અભિનંદન આપ્યા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

હાસોટ નો, મોસ્ટ વોન્ટેડ જુબેર ઘડિયાળી ઝડપાયો …

ProudOfGujarat

ભરૂચમાં બર્ડ ફલુની દહેશતને લઇ તંત્ર એલર્ટ…

ProudOfGujarat

બોડિબિલ્ડિંગ એન્ડ બેસ્ટ ફિઝિક્સ એસોસિએશન ભરૂચ દ્વારા ભરૂચ જિલ્લાની પાવરલીફ્ટીંગ તેમજ બેન્ચ પ્રેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!