હાંસોટ તાલુકાની પ્રાથમિક કુમાર શાળા ઈલાવ ખાતે મતદાન જાગૃતિના ભાગરૂપે ધોરણ 1 થી 5 ના બાળકો દ્વારા રંગોળી કરવામાં આવી તેમજ ધોરણ 6 થી 8 ના બાળકો દ્વારા મતદાનનું મથક તૈયાર કરી તેના ઉપયોગનો ડેમો કરવામાં આવ્યો. જેમા શાળાના શિક્ષકો વિજયસિંહ, ડિનલબેન, રૂપલબેન, સરોજબેને બાળકોને પ્રમુખ અધિકારી અને ચૂંટણી ફરજના સ્ટાફની કામગીરી તેમજ ચૂંટણી એજન્ટની કામગીરી સહિતની માહિતી, વિવિધ આંકડાકીય માહિતીની સમજ આપી હતી જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શાળાના આચાર્ય દિપકભાઈ સોલંકી દ્વારા મતદાન ગણતરીની, સિલિંગ પ્રક્રિયાની સચોટ મહિતી આપી અને બાળ શૈશવને બિરદાવ્યા હતાં.
Advertisement