હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ મુકામે સરકારના પરિપત્ર મુજબ મતદાન જાગૃતિના ભાગરૂપે ધોરણ 1 થી 5 ના બાળકો દ્વારા રંગોળી દોરી સુશોભન કરવામાં આવી તેમજ ધોરણ 6 થી 8 ના બાળકો દ્વારા મતદાનનું મથક તૈયાર કરી તેના ઉપયોગનો ડેમો કરવામાં આવ્યો.
જેમાં બાળકોને પ્રમુખ અધિકારી, મહિલા પોલિંગ, ચૂંટણી એજન્ટની કામગીરીની સમજ શાળાના શિક્ષકમિત્રો નિલેશકુમાર ડી.સોલંકી અને નિતેશકુમાર ડી.ટંડેલના સચોટ માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.
જેમા શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. શાળાના આચાર્ય પારસબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને લોકશાહીના પર્વનો ખ્યાલ આપ્યો હતો અને બાળ શૈશવને બિરદાવ્યા હતાં.
Advertisement