હાલ ગુજરાતમાં મતદાર નોંધણી કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે અંતર્ગત રાજ્યના તમામ બી.એલ.ઓ જે મોટેભાગે શાળાનાં શિક્ષકો જ છે. સમગ્ર રાજ્યના શિક્ષકોને જ્યારથી ગરુડા એપ દ્વારા તમામ ફોર્મ નંબર 6,7,8, 8 ( ક) ઓનલાઈન કરવાની કામગીરીનો આદેશ કરવામાં આવ્યો છે ત્યારે તે કામગીરી બી.એલ.ઓ ને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જે બાબત ધ્યાનમાં રાખી હાંસોટ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા બી.એલ.ઓ ની કામગીરી ગરુડા એપ દ્વારા ન કરવા બાબતે રાજ્ય કારોબારી સંઘ પ્રકાશભાઈ પટેલ, જિલ્લા સંઘના સહમંત્રી દીપકભાઈ સોલંકી, તાલુકા સંઘના મહામંત્રી ભાવેશભાઈ પટેલની આગેવાની હેઠળ મામલતદાર હાંસોટને આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતું.
Advertisement