હાંસોટ તાલુકાના મથક બી.આર.સી.ભવન ખાતે ધોરણ પાંચ પર્યાવરણ શીખવતાં શિક્ષકોની ત્રિદિવસીય તાલીમ શિબિર યોજવામાં આવી હતી. હાંસોટ તાલુકાની શાળામાં ધોરણ પાંચ પર્યાવરણ શીખવતાં 56 શિક્ષકોની તાલીમ યોજાઈ હતી. આ તાલીમમાં 3 શિક્ષકો તજજ્ઞ તરીકે સેવા આપી હતી.
પ્રાથમિક સાહોલ શાળામાં ધોરણ 6 થી 8 માં શિક્ષક તરીકે ફરજ બજાવતાં મણિલાલ ભવાનભાઈ પટેલનું અચાનક મૃત્યુ થતાં બે મિનિટનું મૌન પાળવામાં આવેલ હતું. પ્રથમ તાલીમમાં પ્રિ ટેસ્ટ લેવામાં આવેલ હતી અને તાલીમના અંતિમ દિને પોસ્ટ ટેસ્ટ તજજ્ઞ દ્વારા લેવામાં આવી હતી. આ તાલીમમાં વિષયને અનુરૂપ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી હતી. જેમાં તમામ શિક્ષકો સહભાગી બન્યા હતાં. આ તાલીમમાં ડાયટ ભરૂચ પ્રાચાર્ય અને હાંસોટ તાલુકાના લાયઝન અધિકારી ડૉ. માર્કંડ માવાણી, બી.આર.સી.હિતેન્દ્રભાઈ પટેલ, તજજ્ઞ ડિમ્પલબેન, કિંજલબેન, દક્ષાબેન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
હાંસોટ તાલુકામાં શિક્ષકોની ત્રિદીવસીય તાલીમ શિબિર યોજવામાં આવી.
Advertisement