અંકલેશ્વર પંથકમાં આવેલ હાંસોટ તાલુકાના કતપોરગામ ખાતે આવેલી હાઈસ્કૂલ પાણી ભરાવાની ઘટના બનવા પામી છે. સ્કૂલ ખાલી કરવાની ફરજ પાડવામાં આવી હતી. તાઉ –તે બાદ ગુલાબ વાવઝોડાને પગલે ગુજરાતભરમાં દહેશત મચવા પામી છે. ગતરોજ બપોરથી સમગ્ર ભરૂચ અને અંકલેશ્વરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીનો માહોલ સર્જાયો હતો.
હાંસોટ પંથકમાં પણ 55 MM જેટલો વરસાદ ખાબક્યો હતો તેવામાં ઠેર ઠેર પાણી ભરાય ગયા હતા અને હાલ સરકાર દ્વારા 6 થી 12 ધોરણના વિદ્યાર્થીઓને શાળામાં બોલાવી શિક્ષણ આપવાનું શરૂ કર્યું છે ત્યારે હાંસોટ હાઇસ્કૂલમાં આજરોજ એકાએક પાણી ઘૂસી આવતા બાળકોમાં ગભરાટ મચી જવા પામ્યો હતો અને શિક્ષક અને શાળા ગણ દ્વારા તાત્કાલિક ધોરણે શાળા ખાલી કરવાની ફરજ પડી હતી જેમાં કોઈ પણ બાળકને જાનહાનિ પહોચી ન હતી અને બાળકોને સુરક્ષિત સ્થળ પર મોકલી આપવામાં આવ્યા હતા.
મુકેશ વસાવા : અંકલેશ્વર